1૦૦ અને 2૦૦ રૂપિયાની નોટો પર, આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર જારી કરવામાં આવશે.
મુંબઈ, નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નોટ બહાર પાડશે. રિઝર્વ બેંક દ્વારા અગાઉ જારી કરાયેલી, તમામ 100 અને 200 રૂપિયાની નોટો
બેંક


મુંબઈ, નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ટૂંક સમયમાં

ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નોટ બહાર પાડશે. રિઝર્વ બેંક દ્વારા અગાઉ જારી

કરાયેલી, તમામ 100 અને 200 રૂપિયાની નોટો

કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે.

મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં આરબીઆઈએ જણાવ્યું હતું

કે,” તે ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નોટો

બહાર પાડશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની 100 અને 200 રૂપિયાની નોટો

જેવી જ છે. એમ રિઝર્વ બેંકે જણાવ્યું.

રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, “અગાઉ જારી

કરાયેલી તમામ 100 અને 200 રૂપિયાની નોટો

કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે.”

નોંધનીય છે કે, સંજય મલ્હોત્રા ડિસેમ્બર 2024 માં શક્તિકાંત

દાસની જગ્યાએ આરબીઆઈ ગવર્નરનો

કાર્યભાર સંભાળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ યાદવ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande