નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને, ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)માંથી રજા આપવામાં આવી છે. બુધવારે એઈમ્સ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હૃદય સંબંધિત બીમારીઓને કારણે 9 માર્ચે એઈમ્સ માં દાખલ કરવામાં આવ્યા હતા.
એઈમ્સ ખાતે તબીબી ટીમ દ્વારા જરૂરી સંભાળ મળ્યા બાદ, તેમની સ્થિતિમાં સંતોષકારક સુધારો થયો અને તેમને 12 માર્ચે રજા આપવામાં આવી. તેમને આગામી થોડા દિવસો માટે પૂરતો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 9 માર્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત અચાનક બગડી ગઈ હતી. ઉપરાષ્ટ્રપતિને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ