કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, 14 તારીખથી ત્રણ દિવસના પૂર્વોત્તર પ્રવાસે
ગુવાહાટી, નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 માર્ચે પૂર્વોત્તરની ત્રણ દિવસની મુલાકાતે આસામ પહોંચશે. આ સમયગાળા દરમિયાન તેઓ આસામ અને મિઝોરમમાં, પૂર્વ-નિર્ધારિત કાર્યક્રમોમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃ
શાહ


ગુવાહાટી, નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 માર્ચે પૂર્વોત્તરની ત્રણ દિવસની મુલાકાતે આસામ પહોંચશે. આ

સમયગાળા દરમિયાન તેઓ આસામ અને મિઝોરમમાં, પૂર્વ-નિર્ધારિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી શાહ દેરગાંવમાં લચિત બરફૂકન પોલીસ એકેડેમી ખાતે, ઉદ્ઘાટન

સમારોહમાં હાજરી આપશે. શાહ કોકરાઝાડમાં, ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન (આબ્સુ) ના વાર્ષિક

સંમેલનને સંબોધિત કરશે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, “કેન્દ્રીય

ગૃહમંત્રી અમિત શાહ 15 માર્ચે મિઝોરમ

જતા પહેલા પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કરશે. બાદમાં તેઓ રાત્રિ રોકાણ માટે ગુવાહાટી

પાછા ફરશે. બીજા દિવસે 16 માર્ચે, તેઓ દિલ્હી જતા પહેલા 57મા આબ્સુ વાર્ષિક પરિષદને સંબોધિત

કરશે. 13 માર્ચથી કોકરાઝાડ જિલ્લાના દોતમામાં શરૂ થનારા આબ્સુ પરિષદનો હેતુ નીતિ

નિર્માતાઓ, શિક્ષકો અને

સમુદાયના નેતાઓને એકસાથે લાવવાનો છે. આ ચર્ચા એનઇપી 2020 ની શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને પ્રાદેશિક શિક્ષણ પરની અસર પર કેન્દ્રિત

હશે. નિષ્ણાતો શૈક્ષણિક માળખાને મજબૂત બનાવવા અને યુવાનોને વધુ સારી રોજગાર તકો

દ્વારા સશક્ત બનાવવાના માર્ગોનું વિશ્લેષણ કરશે.

એક ખાસ સત્રમાં સામાજિક અને સાંસ્કૃતિક સુધારાઓમાં 'બોડોફા' ઉપેન્દ્ર નાથ

બ્રહ્મના યોગદાનની ચર્ચા કરવામાં આવશે.જ્યારે અન્ય એક પેનલ બીટીઆરમાં શાંતિ અને ટકાઉ

વિકાસની ચર્ચા કરશે. છેલ્લા દિવસે ખુલ્લા સત્રમાં આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા

બિસ્વા શર્મા, બીટીઆરના મુખ્ય

કાર્યકારી સભ્ય પ્રમોદ બોડો, વરિષ્ઠ મંત્રીઓ અને સાંસદો હાજરી આપશે, જેઓ શિક્ષણ અને

આર્થિક વિકાસ માટે નીતિ-નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય / સુનિલ

સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande