પાટણ, 13 માર્ચ (હિ.સ.) પાટણ જિલ્લામાં હોળી અને ધુળેટી તહેવારો દરમિયાન સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 16 એમ્બ્યુલન્સ અને 80 કર્મચારીઓની ટીમ 24 કલાક તૈનાત રહેશે, જેથી કોઈપણ તાત્કાલિક ઇમરજન્સી પર ઝડપથી પ્રતિસાદ આપવામાં આવે.
બનાસકાંઠા-પાટણ જિલ્લાનો પ્રોગ્રામ મેનેજર બલદેવ રબારીએ જણાવ્યું કે હોળી એક આનંદ અને સ્નેહનો તહેવાર છે, પરંતુ સલામતીને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમણે નાગરિકોને સલાહ આપતા જણાવ્યું કે મુસાફરી દરમિયાન સાવધાની રાખી અને સંયમપૂર્વક વાહન ચલાવવું.
108 ની ટીમે નાગરિકોને જવાબદારીપૂર્વક તહેવાર ઉજવવા અને શારીરિક હુમલાથી દૂર રહેવા માટે અપીલ કરી છે. એમણે સૌને સુખદ અને સલામત હોળી-ધુળેટીની શુભકામનાઓ પાઠવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર