પોરબંદરમાં વોટરશેડ યાત્રા કાર્યક્રમ અંતર્ગત રૂા.8.53 કરોડના વિકાસના કામો મંજુર.
પોરબંદર, 13 માર્ચ (હિ.સ.) પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબ મસરી પરમારના અધ્યક્ષસ્થાને રાણાવાવ તાલુકાની ભોડદર પ્રા. શાળામાં યોજાયેલ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2.0અંતગર્ત વોટરશેડ યાત્રા કાર્યક્રમમાં તેઓએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પોરબંદર
Development works worth Rs. 8.53 crore approved under Watershed Yatra.


પોરબંદર, 13 માર્ચ (હિ.સ.) પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબ મસરી પરમારના અધ્યક્ષસ્થાને રાણાવાવ તાલુકાની ભોડદર પ્રા. શાળામાં યોજાયેલ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2.0અંતગર્ત વોટરશેડ યાત્રા કાર્યક્રમમાં તેઓએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લાના ગામડાઓમાં વિકાસ માટે સરકાર નવા ચેકડેમ નવા તળાવો બનાવવા માટેના કામો મંજુર કર્યા છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, બી.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે, સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસના કામો કરી લોકોની સુખાકારીમાં વધારો કરવામાં આવે છે. ગામડાઓના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આજે દેશભરના ગામડાઓ સમૃધ્ધ થયા છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આ પ્રોજેક્ટમાં કુલ 6 ગામોનો સમાવેશ કરી રૂ.8.53 કરોડના ખર્ચે નવા ચેકડેમ, નવા તળાવ, તળાવ ઊંડા કરવા, ગેબિયન સ્ટ્રક્ચર, ચેકડેમ કમ કોઝવે સહિતના વિકાસના કામો કરવામાં આવશે. આ પ્રસંગે વોટરશેડ યાત્રાને લીલીઝંડી આપવાની સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લાભાર્થીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથો સાથ વોટરશેડ વિષયક જાગૃતિ માટે આયોજિત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમના પ્રોજેક્ટ ડાયરેક્ટ, રેખાબા સરવૈયાએ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સહભાગી થયેલ નાગરિકોએ માહિતીસભર ફિલ્મ નિહાળી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande