પોરબંદર, 13 માર્ચ (હિ.સ.) પોરબંદર જીલ્લામા દરેક તહેવારોની આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે હોળી-ધુળેટીના પર્વની ઉજણવણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ગુરૂવારે રાત્રીના હોલિકા દહન કરવામાં આવશે પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં હોલિકાનુ દહન કરવામાં આવશે પોરબંદરના વાડી પ્લોટની હોળી આકર્ષણનુ કેન્દ્ર બને છે કારણ કે અહીં હોલિકાનુ વિશાળ કદનુ પુતળુ બનાવામાં આવે છે અને તેમનુ દહન કરવામાં આવે છે. તો ખરાવાવાડ વિસ્તારમાં હોલીકાનો અનોખો શણગાર કરવામાં આવે છે. અહીં હોલીકાની સાથે ડાકણનુ પુતળુ બનાવામાં આવ્યુ છે. છાણા અને લાકડાનો ઉપયોગ કરી અને હોળી તૈયાર કરવામાં આવી છે. રાત્રીના સમયે હોલીકાનુ દહન કરવામાં આવશે અને ત્યાર બાદ લોકો હોળીના દર્શન કરશે ખજુર-ધાણી અને દાળીયા હોમી અને સુખ-શાંતિ માટેની પ્રાર્થના કરશે આવતીકાલે શુક્રવારે ધુળેટીના પર્વનો પણ ઉત્સાહ જોવા મળી રહી છે શહેરના વિવિધ મંદિર ખાતે ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવશે તો સાંદિપની આશ્રમ ખાતે આવેલા શ્રી હરિ મંદિમાં પણ ભાઈ રમેશ ઓઝાની ઉપસ્થિતિમાં ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવશે તો પોરબંદર જીલ્લાના બખરલા, દેગામ સહિતના ગામોમાં ધુળેટીના પર્વથી ત્રણ દિવસ સુધી મહેર જ્ઞાતિના પરંપરાગત દાંડીયા રાસનુ આયોજન કરવામાં આવ્યુ છે કેટલાક ગામોમાં છાણા-પાણાની રમત આંટીયાળી હોળીનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે હોળી ધુળેટીના પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya