નવી દિલ્હી, ૧૩ માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે હોળીની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે આ શુભ તહેવાર દેશવાસીઓની એકતાના રંગને વધુ ગાઢ બનાવે.
વડા પ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કર્યું કે, તમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, મને આશા છે કે આનંદ અને ઉલ્લાસથી ભરેલો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં નવો ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે અને દેશવાસીઓમાં એકતાનો રંગ વધુ ગાઢ બનાવે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ