પોરબંદર, 13 માર્ચ (હિ.સ.) પોરબંદરમાં દારુના વિવિધ ગુન્હાઓમાં ફરાર આરોપી પેરોલ ફ્લો સ્કોડે બનાસકાઠા જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પોરબંદર પેરોલ સ્કોડના પીએસઆઈ એચ.એમ.જાડેજા તથા પરોલ ફ્લો સ્કોડ પટ્રોલીંગમા હતા આ દરમિયાન પો હેડ સ્ટેશનના નાશતા ફરતા આરોપી નરેશ થાપા હાલ બનાસકાઠા જિલ્લાના પાલનપુર ખાતે છે જેથી પોરબંદર પેરોલ ફ્લો સ્કોડે આરોપી નરેશને પાલનુપર ખાતેથી ઝડપી લઈને પોરબંદર ઉદ્યોનગર પોલીસને આગળા કાર્યવાહી કરવા સોપી દેવામાં આવ્યો છે. પેરોલ ફર્લો સ્કોડ પો.સબ.ઈન્સ એચ.એમ. જાડેજા તથા એ.એસ.આઈ. એચ.કે.પરમાર તથા જે.આર.કટારા તથા HC પિયુષ બોદર તથા પિયુષ સીસોદીયા તથા પ્રકાશ નકુમ તથા જેતમલ મોઢવાડીયા તથા વજશીવરૂ તથા કેશુ ગોરાણીયા તથા હરેશ સીસોદીયા તથા PC આકાશ શાહ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya