વિશ્વ કિડની દિવસ પર ગુજકોસ્ટ દ્વારા આયોજિત વેબિનાર
પાટણ, 13 માર્ચ (હિ.સ.) પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ કિડની દિવસ નિમિત્તે એક મહત્વપૂર્ણ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું. ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 150થી વધુ સહભાગીઓએ ભાગ લીધો.કાર્યક્રમની શરૂઆત ગુજકોસ્ટના સલાહકાર ડો. ન
વિશ્વ કિડની દિવસ પર ગુજકોસ્ટ દ્વારા આયોજિત વેબિનાર


પાટણ, 13 માર્ચ (હિ.સ.) પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ કિડની દિવસ નિમિત્તે એક મહત્વપૂર્ણ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું. ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 150થી વધુ સહભાગીઓએ ભાગ લીધો.કાર્યક્રમની શરૂઆત ગુજકોસ્ટના સલાહકાર ડો. નરોત્તમ શાહુના સ્વાગત પ્રવચનથી થઈ. અમદાવાદના જાણીતા નેફ્રોલોજિસ્ટ ડો. મનોજ ગુમ્બરે કિડનીના કાર્યો અને તેને થતા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને મેદસ્વિતા જેવા જોખમી પરિબળો વિશે સમજ આપી અને કિડની રોગના નિવારણ માટે ત્રણ મુખ્ય સૂચનો આપ્યા: રોજ સવારે 45 મિનિટ ચાલવું, ધૂમ્રપાન જેવી હાનિકારક આદતોમાંથી દૂર રહેવું અને વજન નિયંત્રણમાં રાખવું.

સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ નિષ્ણાત સાથે રસપ્રદ સંવાદ કર્યો. કાર્યક્રમના અંતે મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ડો. પૂનમ ભાર્ગવે આભારવિધિ કરી. ડો. શાહુએ ડો. ગુમ્બરને મોમેન્ટો અર્પણ કરી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande