ગૃહમંત્રી અમિત શાહ, આજે આસામની ત્રણ દિવસની મુલાકાતે પહોંચશે
જોરહાટ (આસામ), નવી દિલ્હી, 14 માર્ચ (હિ.સ.) આસામની ત્રણ દિવસની મુલાકાતે આવી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, શુક્રવારે રાત્રે અહીં પહોંચશે. તેમના પ્રવાસ દરમિયાન, તેઓ ઉત્તર પૂર્વમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. નિર્ધારિત કા
શાહ


જોરહાટ (આસામ), નવી દિલ્હી, 14 માર્ચ (હિ.સ.)

આસામની ત્રણ દિવસની મુલાકાતે આવી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, શુક્રવારે

રાત્રે અહીં પહોંચશે. તેમના પ્રવાસ દરમિયાન, તેઓ ઉત્તર પૂર્વમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે, દેરગાંવમાં

આસામ સરકાર દ્વારા બનાવવામાં આવેલી, લાચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઔપચારિક

ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ મિઝોરમ જવા રવાના થશે. મિઝોરમમાં સત્તાવાર કાર્યક્રમો

પૂર્ણ કર્યા પછી, તેઓ રાત્રે

ગુવાહાટી પાછા ફરશે.

શાહ રવિવારે સવારે, કોકરાઝાડ જવા રવાના થશે. ત્યાં, તેઓ દોતમા ખાતે

આયોજિત ઓલ બોડો છાત્ર સંઘ (આબ્સુ) ના, વાર્ષિક સંમેલનમાં હાજરી આપશે.

ત્યારબાદ તેઓ સાંજે ગુવાહાટી પાછા ફરશે અને રેડિસન બ્લુ

હોટેલમાં ઉત્તર-પૂર્વીય રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં, હાજરી આપશે.

બેઠક પછી તેઓ રાત્રે જ દિલ્હી જવા રવાના થશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande