યુપી-એટીએસે આઇએસઆઇ સાથે, ગુપ્ત માહિતી શેર કરનાર વ્યક્તિની ધરપકડ કરી
લખનૌ, નવી દિલ્હી,14 માર્ચ (હિ.સ.) યુપી એટીએસે શુક્રવારે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના એજન્ટ સાથે, ગુપ્ત માહિતી શેર કરવાના આરોપસર આગ્રાથી રવિન્દ્ર સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તે ફિરોઝાબાદ ઓર્ડનન્સ ફેક્ટરીમાં કર
સેના


લખનૌ, નવી દિલ્હી,14 માર્ચ (હિ.સ.)

યુપી એટીએસે શુક્રવારે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના એજન્ટ સાથે,

ગુપ્ત માહિતી શેર કરવાના આરોપસર આગ્રાથી રવિન્દ્ર સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી

હતી. તે ફિરોઝાબાદ ઓર્ડનન્સ ફેક્ટરીમાં કર્મચારી છે. એટીએસને તેના મોબાઈલ ફોનમાંથી

કેટલીક શંકાસ્પદ માહિતી મળી છે.

શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ

પોલીસ (યુપી-એટીએસ) નીલાબ્જા ચૌધરીએ જણાવ્યું હતું કે,” રવિન્દ્ર સિંહ આગ્રાનો

રહેવાસી છે. હની ટ્રેપ કેસમાં, રવિન્દ્ર સિંહ, નેહા નામના હેન્ડલર સાથે વાત કરતો હતો.

રવિન્દ્ર 2009 થી ઓર્ડનન્સ

ફેક્ટરીમાં કામ કરતો હતો અને જૂન 2024 થી હેન્ડલરના સંપર્કમાં હતો. આ સમય દરમિયાન, રવિન્દ્રએ

વોટ્સએપ અને ફેસબુક દ્વારા હેન્ડલર સાથે ઓર્ડનન્સ સ્ટોર ડેટા સહિતની ગુપ્ત માહિતી

શેર કરી હતી.”

એડીજીએ જણાવ્યું હતું કે,” રવિન્દ્રની ધરપકડ બાદ તેની

ગંભીરતાથી પૂછપરછ કરવામાં આવી રહી છે. આઇએસઆઇ મોડ્યુલ લાંબા સમયથી લોકોને ફસાવી

રહ્યા છે અને તેમની પાસેથી રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત માહિતી મેળવી રહ્યા છે. જે

દેશ માટે એક મોટો ખતરો છે.” રવિન્દ્રની પૂછપરછ દરમિયાન, એટીએસને એ પણ જાણવા

મળ્યું કે, તે સમયાંતરે ઉપરોક્ત હેન્ડલર સાથે માહિતી શેર કરતો હતો. જેમાં ઓર્ડનન્સ

ફેક્ટરીના દૈનિક ઉત્પાદન અહેવાલો અને સ્ટોર રસીદો, ગુનાહિત પ્રથાના અન્ય દસ્તાવેજો, આવનારા સ્ટોક, સ્ટોકની માંગ

વગેરેનો સમાવેશ થતો હતો.

હિન્દુસ્થાન સમાચાર / શ્રી ચંદ્રા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande