મણિપુરમાં આતંકવાદીઓ સહિત અનેક શંકાસ્પદોની ધરપકડ, શસ્ત્રોનો વિશાળ જથ્થો, ડબ્લ્યુવાય ગોળીઓ જપ્ત
ઇમ્ફાલ, નવી દિલ્હી, 14 માર્ચ (હિ.સ.) મણિપુર પોલીસ અને સુરક્ષા દળોએ વિવિધ કાર્યવાહીમાં પીએલએ, યુએનએલએફ (કે) અને પ્રીપાકના કેડર સહિત અનેક શંકાસ્પદોની ધરપકડ કરી હતી અને મોટી માત્રામાં શસ્ત્રો, ગોળીઓ અને ડબ્લ્યુવાય ગોળીઓ જપ્ત કરી
સેના


ઇમ્ફાલ, નવી દિલ્હી, 14 માર્ચ (હિ.સ.)

મણિપુર પોલીસ અને સુરક્ષા દળોએ વિવિધ કાર્યવાહીમાં પીએલએ, યુએનએલએફ (કે) અને પ્રીપાકના

કેડર સહિત અનેક શંકાસ્પદોની ધરપકડ કરી હતી અને મોટી માત્રામાં શસ્ત્રો, ગોળીઓ અને ડબ્લ્યુવાય ગોળીઓ જપ્ત કરી

હતી.

પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે,” પોલીસે ઇમ્ફાલ પશ્ચિમ

જિલ્લાના લેમ્ફેલ પોલીસ સ્ટેશન વિસ્તારના સગોલબંદ સયાંગ કુરાઓ માખોંગમાંથી,

પીએલએની સક્રિય સભ્ય થોકચોમ ઓંગબી અનિતા દેવી (46) ની ધરપકડ કરી હતી. તેની પાસેથી એક પિસ્તોલ, એક મેગેઝિન, 18 જીવંત 9 એમએમ ગોળીઓ, 15 જીવંત .38 ગોળીઓ, 5,000 રૂપિયા રોકડા, છ મોબાઇલ ફોન અને

અનેક સિમ કાર્ડ મળી આવ્યા હતા.”

તેવી જ રીતે, ટેંગ્નોપાલ જિલ્લાના બીપી 85 અને બીપી 86 વચ્ચેના વિસ્તારમાંથી શંકાસ્પદ યુએનએલએફ (કે) કેડર

મોઇરંગથમ રિક્કી સિંહ (22)

ની ધરપકડ કરવામાં

આવી હતી.

અન્ય એક સર્ચ ઓપરેશન દરમિયાન, ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના પુખાઓ શાંતિપુર પહાડી

વિસ્તારમાંથી, એક .303 રાઇફલ, 10 ઇન્સાસ રાઈફલ મેગેઝિન, એક ઇન્સાસ રાઇફલ

મેગેઝિન, 13 બુલેટપ્રૂફ

હેલ્મેટ અને છ બુલેટપ્રૂફ જેકેટ કવર મળી આવ્યા હતા.

આ ઉપરાંત, એનસીબી ઇમ્ફાલ અને મણિપુર પોલીસની સંયુક્ત ટીમે થૌબલ જિલ્લાના

લિલોંગ પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક 102.393 કિલો ડબ્લ્યુવાય ગોળીઓનો મોટો

જથ્થો જપ્ત કર્યો અને ત્રણ દાણચોરોની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં, આસામના

ગોલાઘાટ જિલ્લાના અમલદાસ ઝાલક્ષો (42), મોહમ્મદ ખુર્શીદ (થોબલ જિલ્લાના) અને આસામના મારીગાંવ

જિલ્લાના મહેદી આલમ (18)નો સમાવેશ થાય

છે. પોલીસે એક ટ્રક અને એક ફોર વ્હીલર પણ જપ્ત કર્યું છે.

તેવી જ રીતે, કાકચિંગ જિલ્લામાં સામાન્ય લોકો પાસેથી પૈસા પડાવતા હિયાંગલમ

પોલીસ સ્ટેશન હેઠળના સેકમાઈજિન નિંગોલખોંગ વિસ્તારમાંથી, એક સક્રિય પ્રીપાક કેડર લાઈશરામ

બિશોરજીત મેઇતિ ઉર્ફે યુરેમ્બા (33) ની ધરપકડ કરવામાં આવી હતી.

બીજા એક કેસમાં, યુમનામ પ્રેમજીત મેતેઈ (54) ને, ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કાવા અસેમ લેઇકાઈ

ખાતે ફર્નિચરની દુકાનમાંથી કેસીપી (અપુનબા) માટે, લાકડા વહન કરતા વાહનો પાસેથી પૈસા ઉઘરાવવા બદલ

ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી એક મોબાઈલ, બે રસીદ બુક, આધાર કાર્ડ અને એક સીલ જપ્ત કરવામાં આવી હતી.

પોલીસે તમામ કેસોની તપાસ શરૂ કરી દીધી છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande