સ્પેસએક્સના ક્રૂ-1૦ લોન્ચથી, નાસાના વિલ્મોર અને વિલિયમ્સ માટે ઘરે પાછા ફરવાનો માર્ગ મોકળો થયો
વોશિંગ્ટન, નવી દિલ્હી,15 માર્ચ (હિ.સ.) નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) અને અબજોપતિ એલન મસ્કની કંપની સ્પેસએક્સે, ગયા વર્ષથી અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવવા માટે ક્રૂ-10 મિશન શરૂ
સ્પેસ


વોશિંગ્ટન, નવી દિલ્હી,15 માર્ચ (હિ.સ.)

નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) અને અબજોપતિ એલન મસ્કની કંપની સ્પેસએક્સે, ગયા

વર્ષથી અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવવા માટે ક્રૂ-10 મિશન શરૂ

કર્યું. આ પ્રક્ષેપણ નાસાના વિલ્મોર અને વિલિયમ્સ માટે ઘરે પાછા ફરવાનો માર્ગ

મોકળો કરે છે. આ અવકાશયાત્રીઓ 19 માર્ચ સુધીમાં પાછા ફરે તેવી અપેક્ષા છે. ક્રૂ-1૦ મિશન પર

ડ્રેગન અવકાશયાનને લઈ જતું ફાલ્કન 9 રોકેટ શુક્રવારે સાંજે 7:૦૩ વાગ્યે

ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી.

સીએનએનના સમાચાર અનુસાર, “નાસાના સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે જૂનમાં

આઇએસએસ પર ફસાયેલા હતા. વિલિયમ્સ અને વિલ્મોર જૂન 2024 માં આઇએસએસના મિશન પર ગયા

હતા. આ મિશન આઠ દિવસનું હતું. બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ટેકનિકલ સમસ્યાઓના

કારણે તે પાછા ફરી શક્યા નહીં.

શનિવારે (15 માર્ચ) ક્રૂ 1૦ સ્ટેશન સાથે જોડાયા પછી, ક્રૂ 9 ના નિક

હેગ, સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર અને

એલેક્ઝાન્ડર ગોર્બુનોવ થોડા દિવસો પછી પૃથ્વી પર પાછા ફરવાના છે, એમ નાસાએ મિશન

લોન્ચ થયાના થોડા કલાકો પહેલા એક્સ-રે પર જણાવ્યું હતું. જો બધું યોજના મુજબ પાર

પડશે, તો વિલિયમ્સ, વિલ્મોર, હેગ અને

ગોર્બુનોવ ક્રૂ-9 અવકાશયાનમાં

સવાર થશે અને 19 માર્ચે પૃથ્વી

પર પાછા ફરશે.”એમ નાસાએ

જણાવ્યું હતું.

આ પહેલા, નાસાએ 13 માર્ચે ક્રૂ-10 લોન્ચ કરવાની યોજના બનાવી હતી, પરંતુ લોન્ચ પેડ

પર ભારે પવન અને વરસાદને કારણે મિશનમાં વિલંબ કરવો પડ્યો. વધુમાં, સ્પેસએક્સના

એન્જિનિયરોને લોન્ચ કોમ્પ્લેક્સ 39એખાતે, ફાલ્કન 9 રોકેટ માટે ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મ સાથે હાઇડ્રોલિક

સિસ્ટમની સમસ્યાનો સામનો કરવો પડ્યો.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande