આઇએસયુ વર્લ્ડ સિંગલ ડિસ્ટન્સ ચેમ્પિયનશિપમાં નેધરલેન્ડ્સનું પ્રભુત્વ, ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા
હમાર, (નોર્વે), નવી દિલ્હી,15 માર્ચ (હિ.સ.) શુક્રવારે નોર્વેના હમાર ઓલિમ્પિક હોલ ખાતે આઇએસયુવર્લ્ડ સિંગલ ડિસ્ટન્સ ચેમ્પિયનશિપના બીજા દિવસે નેધરલેન્ડ્સે ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા. મહિલા ટીમ પર્સ
રમત


હમાર, (નોર્વે), નવી દિલ્હી,15 માર્ચ (હિ.સ.)

શુક્રવારે નોર્વેના હમાર ઓલિમ્પિક હોલ ખાતે આઇએસયુવર્લ્ડ સિંગલ

ડિસ્ટન્સ ચેમ્પિયનશિપના બીજા દિવસે નેધરલેન્ડ્સે ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક

બ્રોન્ઝ મેડલ જીત્યા.

મહિલા ટીમ પર્સ્યુટ ઇવેન્ટમાં નેધરલેન્ડ્સની ટીમે મજબૂત

શરૂઆત કરી અને 2 મિનિટ 56.09 સેકન્ડના સમય

સાથે ગોલ્ડ મેડલ જીત્યો. જાપાને સિલ્વર મેડલ જીત્યો, જ્યારે કેનેડાએ બ્રોન્ઝ મેડલ જીત્યો.

પુરુષોની ટીમ પર્સ્યુટ ઇવેન્ટમાં, યુનાઇટેડ

સ્ટેટ્સે 3 મિનિટ 39.24 સેકન્ડના સમય

સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ઇટાલીએ સિલ્વર અને નેધરલેન્ડ્સે, બ્રોન્ઝ મેડલ જીત્યો.

5૦૦ મીટર વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ નેધરલેન્ડ્સનું પ્રભુત્વ

રહ્યું.

મહિલાઓની ૫૦૦ મીટર દોડમાં, ફેમકે કોકે ૩૭.૫૦ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ

જીત્યો.જ્યારે તેની જ

દેશબંધુ જુટ્ટા લીરડમે સિલ્વર મેડલ જીત્યો. દક્ષિણ કોરિયાના કિમ મિન-સુનને બ્રોન્ઝ

મેડલથી સંતોષ માનવો પડ્યો.

પુરુષોની ૫૦૦ મીટર દોડમાં, જેનિંગ ડી બૂએ ૩૪.૨૪ સેકન્ડના સમય સાથે નવો

ટ્રેક રેકોર્ડ બનાવતા ગોલ્ડ મેડલ જીત્યો. અમેરિકન સ્ટાર જોર્ડન સ્ટોલ્ઝે સિલ્વર

મેડલ જીત્યો, જ્યારે અમેરિકાના

કૂપર મેકલિયોડે બ્રોન્ઝ મેડલ જીત્યો.

આ રોમાંચક આઇએસયુ વર્લ્ડ સિંગલ ડિસ્ટન્સ ચેમ્પિયનશિપ ઇવેન્ટ

17 માર્ચ સુધી

ચાલશે, જેમાં વિશ્વભરના

ટોચના સ્કેટર ભાગ લેશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande