સધર્ન બ્રેવે, હેમાંગ બદાનીને મુખ્ય કોચ તરીકે અને ઇયાન બેલને સહાયક તરીકે નિયુક્ત કર્યા
લંડન, નવી દિલ્હી, 10 માર્ચ (હિ.સ.): સધર્ન બ્રેવે, આગામી સીઝન માટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાનીને તેની પુરુષ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન ઇયાન બેલને તેમના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
હેમાંગ બદાની


લંડન, નવી દિલ્હી, 10 માર્ચ (હિ.સ.): સધર્ન બ્રેવે, આગામી સીઝન માટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાનીને તેની પુરુષ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન ઇયાન બેલને તેમના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક, ધ હંડ્રેડ ટુર્નામેન્ટની આગામી સીઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

રસપ્રદ વાત એ છે કે, દિલ્હી કેપિટલ્સે તાજેતરમાં જ ઇયાન બેલને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હેમાંગ બદાનીના સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. દિલ્હી કેપિટલ્સ માલિક જીએમઆર ગ્રુપે, ગયા વર્ષે જુલાઈમાં સધર્ન બ્રેવમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

હેમાંગ બદાનીએ, ગયા સીઝનમાં દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ, ટીમે સારી શરૂઆત કરી હતી પરંતુ પ્લેઓફ સ્થાન ચૂકી ગઈ હતી. બદાની પાસે ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં વ્યાપક કોચિંગનો અનુભવ છે. તેઓ સિએટલ ઓર્કાસ (મેજર લીગ ક્રિકેટ) અને દુબઈ કેપિટલ્સ (ઇન્ટરનેશનલ લીગ ટી-20) સહિત અન્ય જીએમઆર ગ્રુપ ટીમો સાથે પણ સંકળાયેલા છે.

ઇયાન બેલને, ઇંગ્લેન્ડ ની પરિસ્થિતિઓનો નોંધપાત્ર અનુભવ છે. તેમણે અગાઉ ઈંગ્લેન્ડની અંડર-19 અને ઈંગ્લેન્ડ લાયન્સ ટીમો સાથે કામ કર્યું છે. તેમણે 2024માં ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન શ્રીલંકાની ટેસ્ટ ટીમના બેટિંગ કોચ તરીકે પણ સેવા આપી હતી.

સધર્ન બ્રેવે, 2021 માં પ્રથમ પુરુષોની ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટ જીતી હતી અને 2024માં રનર્સ-અપ તરીકે સમાપ્ત થઈ હતી. જોકે, ટીમનું ગયા સિઝનમાં પ્રદર્શન નબળું રહ્યું હતું, તેણે અડધી મેચ ગુમાવી હતી અને નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande