નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે
કહ્યું કે,” તપાસ એજન્સીઓ ભારતને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે ઉત્તમ કાર્ય કરી રહી
છે.”
આ સંદર્ભમાં, તેમણે
ઇમ્ફાલમાંથી 88 કરોડ રૂપિયાના
ડ્રગ્સ જપ્ત કરવાનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે,” ડ્રગ્સની હેરફેર સામે, કડક
કાર્યવાહી ચાલુ રહેશે.”
ગૃહમંત્રી અમિત શાહે આજે એક એક્સ પોસ્ટમાં કહ્યું હતું કે,”
ડ્રગ્સનો વેપાર ચલાવનારાઓ સામે કોઈ સહાનુભૂતિ રહેશે નહીં. ભારતને ડ્રગ મુક્ત
બનાવવા માટે, ઇમ્ફાલ અને
ગુવાહાટી ઝોનમાંથી, આંતરરાષ્ટ્રીય ડ્રગ વેપાર સાથે જોડાયેલા ચાર વ્યક્તિઓની 88 કરોડ રૂપિયાની,
મેથમફેટામાઇન ગોળીઓ સાથે, ધરપકડ કરવામાં આવી છે. આ દર્શાવે છે કે, ડ્રગના વેપારને
રોકવા માટે તપાસ એજન્સીઓ દ્વારા અપનાવવામાં આવેલી, ટોચથી જમીન સુધી અને જમીનથી ટોચ
સુધી તપાસ પદ્ધતિ ઉત્તમ પરિણામો આપી રહી છે.”
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ