સાંબા, નવી દિલ્હી, 9 મે (હિ.સ.). સાંબા જિલ્લામાં, આંતરરાષ્ટ્રીય સરહદ (આઈબી) પર બીએસએફ એ, શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.
સરહદ સુરક્ષા દળે શુક્રવારે ઈ-મેલ દ્વારા જણાવ્યું હતું કે, બીએસએફ એ 8 મેના રોજ મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
ગોળીબારમાં કોઈ આતંકવાદી માર્યો ગયો છે કે કેમ, તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે આ વિસ્તારમાં સઘન શોધખોળ બાદ પરિસ્થિતિ સ્પષ્ટ થશે. ઘૂસણખોરીનો પ્રયાસ એવા દિવસે થયો હતો જ્યારે ભારતે જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર અને કેટલાક અન્ય સ્થળોએ મિસાઇલો અને ડ્રોનથી લશ્કરી થાણાઓ પર હુમલો કરવાના પાકિસ્તાની સૈન્યના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો કારણ કે બંને દેશો વચ્ચે વ્યાપક લશ્કરી સંઘર્ષની આશંકા વચ્ચે તણાવ વધ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ