મેં આરએસએસ જેવા પ્રતિષ્ઠિત સંગઠન પાસેથી, જીવનનો સાર શીખ્યો: વડાપ્રધાન મોદી
નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ.) રવિવારે પ્રસારિત થયેલા પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જીવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું કે,” હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે,
નમો


નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ.) રવિવારે પ્રસારિત થયેલા પોડકાસ્ટ

ઇન્ટરવ્યુમાં, વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ તેમના જીવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ની ભૂમિકા પર

પ્રકાશ પાડતા કહ્યું કે,” હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, મેં આરએસએસ જેવા

પ્રતિષ્ઠિત સંગઠન પાસેથી જીવનનો સાર શીખ્યો.”

અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિક અને પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન

સાથે પોડકાસ્ટ વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમના અંગત અને સામાજિક જીવનના

વિવિધ પાસાઓની ચર્ચા કરી. આવું જ એક પાસું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હતું.

તેમના જીવનમાં સંઘની ભૂમિકા અંગેના પ્રશ્નના જવાબમાં, વડાપ્રધાન મોદીએ

કહ્યું કે,” સંઘે તેમને ઘડવામાં મદદ કરી છે. છેલ્લા 100 વર્ષોમાં, સંઘે દેશને ઘણા

એવા સ્વયંસેવકો આપ્યા છે.જેમણે પવિત્ર સંગઠન પાસેથી મૂલ્યો પ્રાપ્ત કરીને દેશ માટે

કામ કર્યું છે.”

તેમણે કહ્યું કે,” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વનું સૌથી

મોટું સ્વૈચ્છિક સંગઠન છે. કરોડો લોકો તેની સાથે જોડાયેલા છે. સંઘને સમજવું સરળ

નથી. સંઘ દેશ અને જનસેવા માટે, બધું જ બલિદાન આપવાની પ્રેરણા આપે છે. આ ક્રમમાં તે

સમાજ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે.”

આ દરમિયાન પ્રધાનમંત્રીએ સંઘ સાથે સંકળાયેલા સંગઠનો વિશે પણ

જણાવ્યું. તેમણે કહ્યું કે,” સંઘના સ્વયંસેવકો જીવનના દરેક ક્ષેત્રમાં કાર્યરત છે.

સંઘના સ્વયંસેવક પોતાની રુચિ અને સ્વભાવ અનુસાર વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરે છે.

તેમાં સેવા ભારતી, વનવાસી કલ્યાણ

આશ્રમ, મજૂર સંઘ અને

અન્ય ઘણી સંસ્થાઓનો સમાવેશ થાય છે.”

તેમણે કહ્યું કે,” સેવા ભારતી ગરીબ વસાહતોમાં લાખો સેવા

પ્રોજેક્ટ ચલાવી રહી છે. વનવાસી કલ્યાણ આશ્રમ આદિવાસી સમાજમાં કાર્યરત છે અને 70 હજારથી વધુ એકલ

શાળાઓ ચલાવે છે.”

વિદ્યા ભારતી જેવી સંસ્થા, 25 હજાર શાળાઓ ચલાવે છે.જેમાં 30 લાખથી વધુ

વિદ્યાર્થીઓ એક સમયે શિક્ષણ અને સંસ્કૃતિ મેળવે છે. ભારતીય મઝદૂર સંઘના દેશભરમાં 55 હજારથી વધુ

યુનિયનો છે. સામ્યવાદીઓ વિશ્વના કામદારોમાં એકતાનો નારા આપે છે.જ્યારે ભારતીય

મજૂર સંઘ વિશ્વ માટે એકતાનો નારા આપે છે.”

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande