રાજૌરીમાં આર્મી બ્રિગેડ પર આત્મઘાતી હુમલો અને જલંધરમાં ડ્રોન હુમલાના દાવા ખોટા છે, પીઆઈબીની ફેક્ટ ચેક શાખાએ ચેતવણી આપી
નવી દિલ્હી, 09 મે (હિ.સ.) કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં આર્મી બ્રિગેડ પર, આત્મઘાતી હુમલો અને પંજાબના જલંધરમાં ડ્રોન હુમલાના દાવાને ફગાવી દીધો. એવું કહેવામાં આવ્યું છે કે,” સોશિયલ મીડિયા પર ફરતા આ સમાચાર અને વ
ફેક


નવી દિલ્હી, 09 મે (હિ.સ.) કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં

આર્મી બ્રિગેડ પર, આત્મઘાતી હુમલો અને પંજાબના જલંધરમાં ડ્રોન હુમલાના દાવાને

ફગાવી દીધો. એવું કહેવામાં આવ્યું છે કે,” સોશિયલ મીડિયા પર ફરતા આ સમાચાર અને

વીડિયો ખોટા છે.”

ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી) ની ફેક્ટ ચેક

શાખાએ શોધી કાઢ્યું છે કે,” જમ્મુ અને કાશ્મીરમાં કોઈપણ આર્મી કેમ્પ પર કોઈ 'ફિદાયીન' કે આત્મઘાતી

હુમલો થયો નથી અને જલંધરમાં ડ્રોન હુમલાનો દાવો કરતો વીડિયો ખેતરમાં આગની ઘટના

સાથે સંબંધિત છે.”

ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ

પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત નવ મોટા આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડ્યા બાદ

પાકિસ્તાન ગભરાટમાં છે. પાકિસ્તાને રાત્રિ દરમિયાન ભારતના અનેક લશ્કરી અને નાગરિક

વિસ્તારો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ખાસ કરીને જમ્મુ શહેરમાં. ભારતીય સુરક્ષા દળોએ તેને

સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો.

આ દરમિયાન, રાજૌરીમાં આત્મઘાતી હુમલાના ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર

વાયરલ થવા લાગ્યા. પીઆઈબી ફેક્ટ ચેક ટીમે એક્સ હેન્ડલ પર લખ્યું, જમ્મુ અને

કાશ્મીરના રાજૌરીમાં આર્મી બ્રિગેડ પર, 'ફિદાયીન' હુમલા વિશે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. કોઈપણ

આર્મી કેન્ટોનમેન્ટ પર, આવા કોઈ ફિદાયીન કે આત્મઘાતી હુમલો થયો નથી. ગેરમાર્ગે

દોરવા અને ભ્રમ પેદા કરવાના હેતુથી આ ખોટા દાવાઓનો શિકાર ન બનો.

હિન્દૂસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande