કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતાના નિધન પર, રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, સોમવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેબેન્દ્ર પ્રધાનના નિધન પર શોક વ્યક્ત કર્યો. અટલ બિહારી વાજપેયી સરકારના ભૂતપૂર્વ મંત્રી દેવેન્દ્ર પ્રધાન
ભૂતપૂર્વ મંત્રી દેવેન્દ્ર પ્રધાન


નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, સોમવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેબેન્દ્ર પ્રધાનના નિધન પર શોક વ્યક્ત કર્યો. અટલ બિહારી વાજપેયી સરકારના ભૂતપૂર્વ મંત્રી દેવેન્દ્ર પ્રધાનનું આજે દિલ્હીમાં અવસાન થયું. તેઓ 84 વર્ષના હતા.

એક્સ ઉપર તેમના શોક સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ લખ્યું કે, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ રાજકારણી દેવેન્દ્ર પ્રધાનના નિધનથી દુઃખ થયું. હું તેમને ઘણા વર્ષોથી ઓળખતી હતી, તેથી મને તેમના લાંબા કાર્યકાળ દરમિયાન જાહેર સેવા પ્રત્યેના સમર્પણ અને ઓડિશા અને રાષ્ટ્રના વિકાસમાં તેમના યોગદાનને જોવાની તક મળી. તેમના પુત્ર અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પરિવારના અન્ય સભ્યો અને પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / દધીબલ યાદવ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande