આર્યના સાબાલેન્કા, પહેલી વાર મિયામી ઓપનની ફાઇનલમાં પહોંચી
નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.). વિશ્વની નંબર વન ખેલાડી આર્યના સાબાલેન્કાએ, ગુરુવારે છઠ્ઠી ક્રમાંકિત ઇટાલીની જાસ્મીન પાઓલિનીને 6-2, 6-2થી હરાવીને પોતાની પહેલી મિયામી ઓપન ફાઇનલમાં પ્રવેશ કર્યો. સાબાલેન્કાએ મેચમાં પ્રભુત્વ જમાવ્યું, તેણીએ તેની પ્રથમ સર્વ
આર્યના સાબાલેન્કા


નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.). વિશ્વની નંબર વન ખેલાડી આર્યના સાબાલેન્કાએ, ગુરુવારે છઠ્ઠી ક્રમાંકિત ઇટાલીની જાસ્મીન પાઓલિનીને 6-2, 6-2થી હરાવીને પોતાની પહેલી મિયામી ઓપન ફાઇનલમાં પ્રવેશ કર્યો.

સાબાલેન્કાએ મેચમાં પ્રભુત્વ જમાવ્યું, તેણીએ તેની પ્રથમ સર્વ પર 77 ટકા પોઈન્ટ જીત્યા, છ એસિસ ફટકાર્યા અને તેના ચારેય બ્રેક પોઈન્ટ બચાવ્યા. આ સાથે, તેણે પાંચમાંથી ચાર બ્રેક પોઈન્ટમાં રૂપાંતરિત કર્યા અને માત્ર 71 મિનિટમાં જીત મેળવી.

દક્ષિણ ફ્લોરિડામાં રહેતી બેલારુસિયન ખેલાડી ટોપ સીડ સાબલેન્કાએ, અત્યાર સુધી ટુર્નામેન્ટમાં એક પણ સેટ ગુમાવ્યો નથી. તે ઇન્ડિયન વેલ્સની રનર-અપ તરીકે મિયામી આવી હતી.

સાબલેન્કાએ કહ્યું કે, હું આજે મારા પ્રદર્શનથી ખૂબ જ ખુશ છું. હું પહેલી વાર મિયામી ઓપન ફાઇનલમાં પહોંચવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

સાબાલેન્કા આખી મેચ દરમિયાન ક્યારેય પાછળ રહી નહીં અને બંને સેટમાં ફક્ત એક જ વાર સ્કોર 1-1 થી બરાબર રહ્યો.

તેણીએ વધુમાં ઉમેર્યું, હું કહી શકું છું કે, આ સિઝનની શ્રેષ્ઠ મેચોમાંની એક હતી. મને ખબર નથી, પણ હું સંપૂર્ણપણે મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. એવું લાગતું હતું કે બધું મારા પક્ષમાં થઈ રહ્યું હતું.

હવે સાબાલેન્કાનો મુકાબલો, ફાઇનલમાં બીજા સેમિફાઇનલના વિજેતા સાથે થશે. આ મેચમાં ચોથી ક્રમાંકિત અમેરિકન ખેલાડી જેસિકા પેગુલા અને ફિલિપાઇન્સની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી એલેક્ઝાન્ડ્રા એલા એકબીજાનો સામનો કરશે. એલાએ પાછલા રાઉન્ડમાં વિશ્વની બીજા ક્રમાંકિત ખેલાડી પોલેન્ડની ઇગા સ્વિયાટેકને હરાવીને આશ્ચર્યજનક જીત નોંધાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande