રોમ,
નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) ઇટાલિયન ટેનિસ સ્ટાર જાસ્મીન પાઓલિનીએ 10 વર્ષ પછી તેના
કોચ રેન્ઝો ફૂરલાનથી અલગ થવાની જાહેરાત કરી છે. 29 વર્ષીય પાઓલિનીએ સોમવારે, ઇન્સ્ટાગ્રામ પર આ
માહિતી શેર કરી.
1૦ અદ્ભુત વર્ષો
પછી, હું રેન્ઝો ફૂરલાનનો
તેમના યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. તેમણે મારા માટે જે કંઈ કર્યું છે
તેના માટે હું હંમેશા આભારી રહીશ. પાઓલિનીએ લખ્યું.
પાઓલિનીએ ફૂરલાનના માર્ગદર્શન હેઠળ ઘણી પ્રગતિ કરી. 2024 માં તે ફ્રેન્ચ
ઓપન અને વિમ્બલ્ડનમાં રનર-અપ રહી, પેરિસ ઓલિમ્પિકમાં ડબલ્સ ગોલ્ડ જીત્યો અને ઇટાલીને બિલી જીન
કિંગ કપ જીતવામાં મદદ કરી. આ શાનદાર પ્રદર્શન પછી તે વિશ્વની ચોથી નંબરની ખેલાડી
બની. ફૂરલાનને તેમના ઉત્કૃષ્ટ કોચિંગ યોગદાન માટે ડબ્લ્યુટીએકોચ ઓફ ધ યરનો
એવોર્ડ પણ મળ્યો.
પાઓલિનીએ ફૂરલાન પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું, રેન્ઝો મારા માટે
માત્ર એક કોચ જ નથી રહ્યા પણ એક એવી વ્યક્તિ પણ છે, જેમણે મારા વ્યક્તિગત વિકાસમાં
મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની પાસેથી મેં જે પાઠ શીખ્યા છે તે હંમેશા મારી
સાથે રહેશે. મને તેમના સમર્પણ, જુસ્સા અને મૂલ્યો માટે ખૂબ માન છે.
જોકે, 2025 સીઝનમાં પાઓલિનીએ અત્યાર સુધી એટલું પ્રભાવશાળી પ્રદર્શન
કર્યું નથી. તે ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી અને મિયામી
ઓપનની સેમિફાઇનલમાં નંબર વન આર્યના સબાલેન્કા સામે હારી ગઈ હતી.
25 મેથી શરૂ થતી
ફ્રેન્ચ ઓપન સાથે, એ જોવું રસપ્રદ
રહેશે કે, શું પાઓલિની તેના ભૂતપૂર્વ કોચ વિના તેની ભૂતકાળની સફળતાનું પુનરાવર્તન
કરી શકશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ