નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.). ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટુઅર્ટ લો ને, આગામી 2 વર્ષ માટે નેપાળ પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેપાળ ક્રિકેટ એસોસિએશન (સીએએન) એ, આ માહિતી આપી છે. લો, પહેલા મોન્ટી દેસાઈ નેપાળ ટીમના કોચ હતા. તેમનો કાર્યકાળ આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાપ્ત થયો હતો.
નેપાળ ક્રિકેટ એસોસિએશનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપી હતી કે, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ સ્ટુઅર્ટ લો, આગામી બે વર્ષ માટે નેપાળની પુરુષ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે.
56 વર્ષીય સ્ટુઅર્ટ લો, 1994 થી 1999 દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમ માટે ક્રિકેટ રમ્યા હતા. તેમણે એક ટેસ્ટ અને 54 વનડે રમી હતી, જેમાં 1291 રન બનાવ્યા હતા અને 12 વિકેટ લીધી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા પછી, તેમણે કોચિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. તેને કોચિંગનો ઘણો અનુભવ છે. તેમણે યુએસએ, શ્રીલંકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કર્યું છે. ગયા વર્ષે, તેમના કોચિંગ હેઠળ, યુએસએ ટીમે આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2024 માં ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. ઘરઆંગણે રમાયેલી આ ટુર્નામેન્ટમાં, યુએસએએ ગ્રુપ સ્ટેજમાં તેમની શરૂઆતની મેચમાં કેનેડાને હરાવ્યું હતું. આ પછી, પાકિસ્તાન સામે ઐતિહાસિક વિજય નોંધાવ્યો. આ સાથે તે સુપર આઠ તબક્કામાં પહોંચવામાં સફળ રહ્યો.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ