જીઆઈ-પીકેએલમાં વિદેશી ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવતા જોવા માટે ઉત્સુક છું: કાર્તિક ડમ્મુ
ગુરુગ્રામ, નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય કબડ્ડી સ્ટાર્સ ગ્લોબલ ઇન્ડિયન ઓવરસીઝ કબડ્ડી લીગ (જીઆઈ-પીકેએલ) માં ભાગ લેવા માટે ઉત્સાહિત છે. આ બહુપ્રતિક્ષિત ટુર્નામેન્ટ 18 એપ્રિલથી ગુરુગ્રામમાં શરૂ થવા જઈ રહી છે. પ્રથ
રમત


ગુરુગ્રામ, નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.)

આંતરરાષ્ટ્રીય કબડ્ડી સ્ટાર્સ ગ્લોબલ ઇન્ડિયન ઓવરસીઝ કબડ્ડી લીગ (જીઆઈ-પીકેએલ) માં ભાગ લેવા

માટે ઉત્સાહિત છે. આ બહુપ્રતિક્ષિત ટુર્નામેન્ટ 18 એપ્રિલથી ગુરુગ્રામમાં શરૂ થવા જઈ રહી છે.

પ્રથમ સિઝનમાં ૧૨ ટીમો (૬ પુરુષો અને ૬ મહિલા ટીમો) ભાગ લઈ રહી છે.

ગ્લોબલ ઇન્ડિયન

પ્રવાસી કબડ્ડી લીગમાં વિદેશી ખેલાડીઓ તેમની પ્રતિભા દર્શાવતા જોવા માટે હું

આતુર છું, જીઆઈ-પીકેએલના સ્થાપક

કાર્તિક ડમ્મુએ એક નિવેદનમાં જણાવ્યું હતું. કબડ્ડી એક એવી રમત છે, જેના મૂળ સમગ્ર

ભારતમાં ફેલાયેલા છે અને તેને વૈશ્વિક સ્તરે ફેલાતા જોવું રોમાંચક છે. વિવિધ

દેશોના ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવાથી રમતની તીવ્રતામાં વધારો થશે જ, પરંતુ રમતમાં નવી

શૈલીઓ અને વ્યૂહરચના પણ આવશે. આ લીગ ખરેખર આંતરરાષ્ટ્રીય કબડ્ડી અનુભવની શરૂઆત છે

અને હું તેને જોવા માટે ઉત્સાહિત છું.”

ખેલાડીઓની ગુણવત્તામાં વિશ્વાસ વ્યક્ત કરતા, આઈ-પીકેએલના સ્થાપક સોહન

તુસીરે જણાવ્યું હતું કે,” આ લીગ વિશ્વભરમાં કબડ્ડીના નવા ઉભરતા સ્ટાર્સ માટે

માર્ગ મોકળો કરશે અને આ તકની આતુરતાથી રાહ જોઈ રહેલી પ્રતિભાઓને એક મોટું

પ્લેટફોર્મ આપશે.”

ઉલ્લેખનીય છે કે જીઆઈ-પીકેએલએ ગયા અઠવાડિયે,

દિલ્હીમાં આયોજિત એક ભવ્ય સમારોહ દરમિયાન તેની ચેમ્પિયનશિપ ટ્રોફીનું અનાવરણ

કર્યું હતું.

મહિલા ટીમો: હરિયાણવી ઇગલ્સ, ભોજપુરી લેપડર્સ, મરાઠી ફાલ્કન્સ, પંજાબી ટાઈગ્રેર્સ, તેલુગુ ચિતાસ, તમિલ લાયનેસ.

પુરુષ ટીમો: ભોજપુરી લેપડર્સ, હરિયાણવી શાર્કસ, મરાઠી વલ્ચર્સ, પંજાબી ટાઇગર્સ, તમિલ લાયંસ, તેલુગુ પેન્થર્સ.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande