પોરબંદરના યુવાનની ક્રિકેટમાં સફળતા.
પોરબંદર, 30 માર્ચ (હિ.સ.) પોરબંદરના અનેક યુવાનોએ ક્રિકેટ ક્ષેત્રે અનેક સિધ્ધિ મેળવી છે. ત્યારે રમત-ગમત ક્ષેત્રે પોરબંદરના યુવાને વધુ સફળતા મેળવી છે. પોરબંદર ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશનના યુવા ખેલાડીની ઓલ ઈન્ડીયાના સમર કોચિંગ કેમ્પ માટે પસંદગી થતાં પો
પોરબંદરના યુવાનની ક્રિકેટમાં સફળતા.


પોરબંદર, 30 માર્ચ (હિ.સ.)

પોરબંદરના અનેક યુવાનોએ ક્રિકેટ ક્ષેત્રે અનેક સિધ્ધિ મેળવી છે. ત્યારે રમત-ગમત ક્ષેત્રે પોરબંદરના યુવાને વધુ સફળતા મેળવી છે. પોરબંદર ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશનના યુવા ખેલાડીની ઓલ ઈન્ડીયાના સમર કોચિંગ કેમ્પ માટે પસંદગી થતાં પોરબંદરવાસીઓ અને ખાસ કરીને ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી જોવા મળી રહી છે.પોરબંદર ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશનના યુવા ખેલાડી તેમજ અન્ડર -16 ના સૌરાષ્ટ્રના ખેલાડી ભાર્ગવ સોનેરીના પરર્ફોમશને કારણે બીસીસીઆઈની નેશનલ જુનીયર કમિટી દ્વારા સ્પિન બોલીગ માટે ઓલ ઈન્ડીયાના સમર કોચિંગ કેમ્પમાં મુંબઈ અથવા પુણે માટે સિલેકેટ કરવામાં આવતા પોરબંદર ડીસ્ટ્રીકટના પ્રમુખ રણછોડભાઈ શિયાળ સહિતના હોદેદારોએ અભિનંદન પાઠવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande