દાલમિયા ભારતે, વાર્ષિક 4.95કરોડ ટનની ક્ષમતાનો લક્ષ્યાંક હાંસલ કર્યો
નવી દિલ્હી, 31 માર્ચ (હિ.સ.) દેશની ચોથી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની, દાલમિયા ભારત લિમિટેડ (ડીબીએલ) એ, નાણાકીય વર્ષ 2024-25 માં વાર્ષિક 4.95 કરોડ મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતાનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે. કંપનીએ સોમવારે એક
દાલમિયા


નવી દિલ્હી, 31 માર્ચ (હિ.સ.) દેશની ચોથી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક

કંપની, દાલમિયા ભારત

લિમિટેડ (ડીબીએલ) એ, નાણાકીય વર્ષ 2024-25 માં વાર્ષિક 4.95 કરોડ મેટ્રિક ટન

ઉત્પાદન ક્ષમતાનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે.

કંપનીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “દાલમિયા પરિવાર

દ્વારા પ્રમોટ કરાયેલ ડીબીએલ એ, બિહારમાં તેના રોહતાસ સિમેન્ટ વર્ક્સ (આરસીડબ્લ્યુ) પ્લાન્ટમાં

વધારાના પાંચ લાખ ટનનું વ્યાપારી ઉત્પાદન શરૂ કર્યા પછી આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું

છે. ડીબીએલભારતના પૂર્વીય

ક્ષેત્રમાં મજબૂત હાજરી ધરાવે છે. તેના ઉત્પાદન એકમો બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને

ઓડિશામાં સ્થિત છે. કંપની 2031 સુધીમાં તેની

ક્ષમતા વધારીને 110 થી 130 મિલિયન ટન પ્રતિ

વર્ષ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.”

દાલમિયા ભારતના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પુનિત દાલમિયાએ

જણાવ્યું હતું કે, પૂર્વીય

ક્ષેત્રમાં અમારી વૃદ્ધિ પ્રદેશની વૃદ્ધિ ક્ષમતામાં અમારી મજબૂત માન્યતાને

પ્રતિબિંબિત કરે છે. આ વિસ્તરણ સાથે અમે મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સને ટેકો આપવાની

અને પ્રદેશમાં આર્થિક પ્રગતિમાં યોગદાન આપવાની અમારી ક્ષમતામાં વધારો કરી રહ્યા

છીએ.”

નોંધનીય છે કે, સિમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ડેટા

અનુસાર, ભારતની કુલ

સ્થાપિત સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 69 કરોડ ટન છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande