દેશભરમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો, 44.50 રૂપિયાનો ઘટાડો
નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) નવા નાણાકીય વર્ષનો પહેલો દિવસ દેશના સામાન્ય માણસ માટે મોટી રાહત લઈને આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ, આજે ​​ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. દેશભરમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 44.50 ર
કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર


નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) નવા નાણાકીય વર્ષનો પહેલો દિવસ દેશના સામાન્ય માણસ માટે મોટી રાહત લઈને આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ, આજે ​​ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. દેશભરમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 44.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમત આજથી અમલમાં આવી ગઈ છે. હવે દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર, 41 રુપયા સસ્તો થઈને 1762 રૂપિયા (છૂટક કિંમત) માં ઉપલબ્ધ થશે. ઘરેલુ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઘટાડા પહેલા, દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1803 રૂપિયા હતી.

તેલ કંપનીઓના આ નિર્ણયથી ઢાબા, રેસ્ટોરન્ટ, હોટલ જેવા સ્થળોએ રસોઈ માટે આ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરોનો ઉપયોગ કરતા કરોડો લોકોને રાહત મળશે. આ નવા ઘટાડા પછી, કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત કલકતામાં 1868.50 રૂપિયા, મુંબઈમાં 42 રૂપિયા ઘટીને 1755.50 રૂપિયા કીમત થઇ છે અને ચેન્નઈમાં 1921.50 રૂપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે.

ઉલ્લેખનીય છે કે, આજથી એટલે કે ૦1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષથી 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો નહીં લાગે. આ ઉપરાંત આજથી મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, કિયા ઈન્ડિયા, હ્યુન્ડાઈ ઈન્ડિયા અને હોન્ડાના વાહનોના ભાવમાં વધારો થશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande