વોશિંગ્ટન, નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.). ખાલિસ્તાન સમર્થક શંકાસ્પદ આતંકવાદી અને ગેંગસ્ટર હેપ્પી પાસિયાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર ચંદીગઢ તેમજ ભારતમાં પંજાબમાં અનેક હુમલા કરવાનો આરોપ છે. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ, તેની ધરપકડ પર 5 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. શનિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓને જાણવા મળ્યું છે કે, પાસિયા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે મળીને ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપતો હતો. એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, તે પાકિસ્તાનમાં છુપાયેલા ખાલિસ્તાની આતંકવાદી હરિવિંદર સિંહ રિંડા માટે પણ કામ કરતો હતો. તેનું નિશાન પંજાબના જલંધરના ભૂતપૂર્વ પોલીસ અધિક્ષક અને તેમનો પરિવાર હતો. તેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / સી.પી. સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ