જો ઈરાનના ઉર્જા માળખા પર હુમલો કરવામાં આવશે, તો તેલ અને ગેસ સળગાવી દેવામાં આવશે, આઈઆરજીસી એ વિશ્વને ચેતવણી આપી
તેહરાન, નવી દિલ્હી, 13 માર્ચ (હિ.સ.). આજે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો 14મો દિવસ છે. આ યુદ્ધની જ્વાળાઓ પ્રદેશના તેલ અને ગેસ ભંડારો માટે ખતરો બની રહી છે. ઈરાનના સૌથી શક્તિશાળી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ, આજે ચેતવણી
આઈઆરજીસી ના કમાન્ડર ઇન ચીફ


તેહરાન, નવી દિલ્હી, 13 માર્ચ (હિ.સ.). આજે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો 14મો દિવસ છે. આ યુદ્ધની જ્વાળાઓ પ્રદેશના તેલ અને ગેસ ભંડારો માટે ખતરો બની રહી છે. ઈરાનના સૌથી શક્તિશાળી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ, આજે ચેતવણી આપી છે કે જો દેશના ઉર્જા માળખા અને બંદરો પર હુમલો કરવામાં આવશે, તો તે પ્રદેશના તેલ અને ગેસ ભંડારોને આગ લગાવી દેશે.

સીએનએન ના અહેવાલ મુજબ, આઈઆરજીસી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો ઈરાનના ઉર્જા માળખા અને બંદરો પર હુમલો કરવામાં આવશે, તો તે પ્રદેશના તમામ તેલ અને ગેસ ભંડારોને સળગાવી દેશે. આઈઆરજીસી ની આ ચેતવણી પહેલા, સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂતે ગુરુવારે જણાવ્યું હતું કે, ઈરાન હોર્મુજ સ્ટ્રેટ બંધ કરશે નહીં. અગાઉ, ઈરાનના તાજેતરમાં ચૂંટાયેલા સુપ્રીમ લીડર, મોજતબા ખામેનેઇએ તેમના પ્રથમ જાહેર નિવેદનમાં કહ્યું હતું કે દબાણના હથિયાર તરીકે જળમાર્ગ બંધ રહેશે.

મોજતબાનું આ નિવેદન એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે કહ્યું હતું કે, ઈરાનના નવા સર્વોચ્ચ નેતા આયાતુલ્લા મોજતબા ખામેનેઇ, જાહેરમાં પોતાનો ચહેરો બતાવી શકતા નથી. 28 ફેબ્રુઆરીના હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. નોંધનીય છે કે, મોજતબા ખામેનેઇનું નિવેદન કોઈ બીજા વ્યક્તિએ સરકારી ટીવી પર વાંચ્યું હતું. સર્વોચ્ચ નેતાનો ચહેરો બતાવવામાં આવ્યો ન હતો.

આઈઆરજીસી ના મહત્વના કારણો

ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) ને, ઈરાનની સેનાની સૌથી શક્તિશાળી અને ચુનંદા શાખા માનવામાં આવે છે. તેની રચના 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી દેશના ઇસ્લામિક શાસનનું રક્ષણ કરવા માટે કરવામાં આવી હતી. આ સંગઠન માત્ર લશ્કરી દળ જ નથી પણ ઈરાનની રાજનીતિ, અર્થતંત્ર અને વિદેશ નીતિમાં પણ ઊંડો પ્રભાવ ધરાવે છે. ઈરાનમાં બે પ્રકારની સેના છે. પહેલું નિયમિત સેના છે, જેને આર્તેશ કહેવાય છે. તે સામાન્ય રીતે સરહદોનું રક્ષણ કરે છે. બીજું આઈઆરજીસી છે. તે મુખ્યત્વે સત્તા અને ક્રાંતિનું રક્ષણ કરવા માટે જવાબદાર છે. આ સંગઠન સીધા ઈરાનના સર્વોચ્ચ નેતાને જવાબદાર છે, ચૂંટાયેલી સરકારને નહીં. આઈઆરજીસી પાસે પોતાની સેના, નૌકાદળ અને વાયુસેના છે. તેની પાસે બે મુખ્ય વિશેષ દળો છે: કુદ્સ ફોર્સ અને બાસીજ. કુદ્સ ફોર્સ વિદેશમાં ઈરાનના ઓપરેશન્સ અને લશ્કરી જૂથો (જેમ કે હિઝબુલ્લાહ અને હમાસ) ને સમર્થન આપે છે. બાસીજ એક અર્ધલશ્કરી સ્વયંસેવક દળ છે જેનો ઉપયોગ વિરોધ પ્રદર્શનોને દબાવવા અને દેશની અંદર સુરક્ષા જાળવવા માટે થાય છે. 29 જાન્યુઆરી, 2026 ના રોજ, યુરોપિયન યુનિયને તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું. અગાઉ, યુનાઇટેડ સ્ટેટ્સે પણ તેને આતંકવાદી જૂથ જાહેર કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande