સેના એ ગલવાન, સિયાચીન ગ્લેશિયર સહિત સમગ્ર લદ્દાખ ક્ષેત્રમાં 5-જી મોબાઇલ નેટવર્ક પહોચાડ્યું
લદ્દાખ, અમદાવાદ, 19 એપ્રિલ (હિ.સ.) ગલવાન અને સિયાચીન ગ્લેશિયર સહિત વિશ્વના કેટલાક સૌથી દુર્ગમ વિસ્તારોમાં, તૈનાત સૈનિકો હવે તેમના પ્રિયજનો સાથે સંપર્કમાં રહી શકે છે કારણ કે સેનાએ લદ્દાખ ક્ષેત્રમાં વિશ્વસનીય હાઇ-સ્પીડ મોબાઇ
સેના


લદ્દાખ, અમદાવાદ, 19 એપ્રિલ (હિ.સ.) ગલવાન અને સિયાચીન ગ્લેશિયર

સહિત વિશ્વના કેટલાક સૌથી દુર્ગમ વિસ્તારોમાં, તૈનાત સૈનિકો હવે તેમના પ્રિયજનો

સાથે સંપર્કમાં રહી શકે છે કારણ કે સેનાએ લદ્દાખ ક્ષેત્રમાં વિશ્વસનીય હાઇ-સ્પીડ

મોબાઇલ કનેક્ટિવિટી પ્રદાન કરી છે. પહેલી વાર, વિશ્વના કેટલાક સૌથી દુર્ગમ વિસ્તારોમાં જેમ કે ડીબીઓ, ગલવાન, ડેમચોક, ચુમાર, બટાલિક, દ્રાસ અને

સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત સૈનિકોને, વિશ્વસનીય 4-જી અને 5-જી મોબાઇલ કનેક્ટિવિટીની સુવિધા મળી છે.

સેનાના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે,” પૂર્વી લદ્દાખ, પશ્ચિમ લદ્દાખ

અને સિયાચીન ગ્લેશિયરમાં આગળના સ્થળો સહિત લદ્દાખના દૂરના અને ઊંચાઈવાળા

વિસ્તારોમાં અભૂતપૂર્વ મોબાઇલ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી છે. સેનાની આ પહેલ 18

હજાર ફૂટથી વધુની ઊંચાઈએ આગળની ચોકીઓ પર તૈનાત સૈનિકો માટે મનોબળ વધારવા માટે એક

મોટી સાબિત થઈ છે, જેનાથી તેઓ તેમના

પરિવારો અને પ્રિયજનો સાથે જોડાયેલા રહી શકે છે. ભારતીય સેનાએ તેના મજબૂત ઓપ્ટિકલ

ફાઇબર કેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (ટીએસપી) અને લદ્દાખના

કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્ર સાથે ભાગીદારી કરી છે.

સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે,” ફાયર એન્ડ ફ્યુરી

કોર્પ્સે આ સિનર્જીને સક્ષમ બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે.જે હેઠળ સેનાના

માળખાગત સુવિધાઓ પર ઘણા મોબાઇલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા છે.જેમાં ફક્ત

લદ્દાખ અને કારગિલ જિલ્લામાં ચાર મુખ્ય ટાવરનો સમાવેશ થાય છે.” નોંધપાત્ર રીતે, સિયાચીન ગ્લેશિયર

પર 5G મોબાઇલ ટાવરનું

સફળ સ્થાપન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે,” સ્થાનિક લોકોએ આ પહેલનું ખૂબ

કૃતજ્ઞતા સાથે સ્વાગત કર્યું છે. મોબાઇલ કનેક્ટિવિટી એ માત્ર એક સંદેશાવ્યવહારનું

સાધન નથી પરંતુ ભારતીય સેનાની એક દૂરંદેશી પહેલ છે જે રાષ્ટ્રીય એકતા અને વિકાસ

પ્રત્યેની તેની સ્થાયી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.”

હિન્દુસ્થાન સમાચાર/સુમન લતા/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande