ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી માટે 1,111 નિરીક્ષકોની નિમણૂક કરી
નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.) ચૂંટણી પંચે આસામ, કેરળ, પોંડેચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાઓની ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓ અને છ રાજ્યોમાં યોજાઈ રહેલી પેટાચૂંટણીઓ માટે 1,111 નિરીક્ષકો તૈનાત કર્યા છે. સામાન્ય ન
ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી માટે 1,111 નિરીક્ષકોની નિમણૂક કરી


નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.) ચૂંટણી પંચે આસામ, કેરળ, પોંડેચેરી, તમિલનાડુ અને

પશ્ચિમ બંગાળની વિધાનસભાઓની ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓ અને છ રાજ્યોમાં યોજાઈ

રહેલી પેટાચૂંટણીઓ માટે 1,111 નિરીક્ષકો

તૈનાત કર્યા છે.

સામાન્ય નિરીક્ષકો, પોલીસ નિરીક્ષકો અને ખર્ચ નિરીક્ષકોની સંબંધિત સંખ્યા નીચે

મુજબ છે: આસામ - 51, 35, 5૦, કેરળ - 51,

17, 4૦, તમિલનાડુ - 136, 4૦, 151,પશ્ચિમ બંગાળ - 294,

84, 1૦૦,પોંડેચેરી - 17, 4, 17,અને પેટાચૂંટણીઓ

- 8, 8, 8.

નોંધનીય છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સામાન્ય

વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે,” ચૂંટણીઓ

હિંસામુક્ત અને પ્રલોભનમુક્ત રીતે યોજવી જોઈએ જેથી દરેક મતદાર ભય કે પક્ષપાત વિના

પોતાનો મતદાન કરી શકે. તે મુજબ, નિરીક્ષકો આ ઉદ્દેશ્યની પરિપૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે

કમિશનની આંખ અને કાન તરીકે કાર્ય કરશે.”

પંચે નિર્દેશ આપ્યો છે કે,” નિરીક્ષકો આવતીકાલ સુધીમાં

તેમના સંબંધિત વિધાનસભા મતવિસ્તારોમાં પહોંચી જાય. પહોંચ્યા પછી, નિરીક્ષકો તેમની

સંપર્ક વિગતો જાહેર કરશે અને ઉમેદવારો, રાજકીય પક્ષો અથવા તેમના પ્રતિનિધિઓ, અથવા જાહેર

જનતાના કોઈપણ સભ્યને મળવા અને તેમની ચૂંટણી સંબંધિત ફરિયાદો સાંભળવા માટે દરરોજ એક

નિશ્ચિત સમય નક્કી કરશે.”

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande