આઈપીએલ 2025: નેહલ વાઢેરાએ મુશ્કેલ પીચ પર લક્ષ્ય સરળ બનાવ્યું - હરપ્રીત
બ્રાર
બેંગલુરુ, અમદાવાદ,19 એપ્રિલ (હિ.સ.) શુક્રવારે પંજાબ કિંગ્સે રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ને 5 વિકેટથી હરાવીને
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2025) માં પોતાનો વિજય ક્રમ ચાલુ રાખ્યો. બેંગલુરુના એમ.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વરસાદને કારણે મેચ 14 ઓવરની કરવામાં આવી હતી. પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ
કરવાનો નિર્ણય લીધો અને તેના બોલરોની મદદથી, તેઓએ આરસીબીને 95/9 ના સ્કોર પર
રોકી દીધું હતુ.
પંજાબના બોલરોએ કમાલ કરી-
પંજાબ તરફથી અર્શદીપ સિંહ, માર્કો યાનસન, યુઝવેન્દ્ર ચહલ અને હરપ્રીત બરારે 2-2 વિકેટ લીધી. તે
જ સમયે, ઝેવિયર
બાર્ટલેટને પણ સફળતા મળી.
આરસીબીમાટે ટિમ ડેવિડે અડધી સદી ફટકારી, પરંતુ બાકીના
બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા.
નેહલ વઢેરાની શાનદાર ઇનિંગ
લક્ષ્યનો પીછો કરતી વખતે પંજાબ કિંગ્સની શરૂઆત ધીમી રહી, પરંતુ નેહલ વઢેરાએ
૩૩ રન (19 બોલ) ની ઝડપી ઇનિંગ રમીને, ટીમને 12.1 ઓવરમાં 5 વિકેટ બાકી રાખીને વિજય
અપાવ્યો.
હરપ્રીત બરારે, વઢેરાની પ્રશંસા કરી
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં, પંજાબ કિંગ્સના
સ્પિનર હરપ્રીત બરારે કહ્યું, પિચ પર બેટિંગ કરવી સરળ નહોતી. નેહલ વઢેરાએ શાનદાર બેટિંગ
કરીને અમારું કામ સરળ બનાવ્યું. તે છેલ્લા 2-3 વર્ષથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેનો સ્થાનિક
ટુર્નામેન્ટમાં પણ સારો રેકોર્ડ રહ્યો છે. આજે તેણે જે રીતે બેટિંગ કરી તે
પ્રશંસનીય છે.
શ્રેયસ ઐયરે કહ્યું- ચહલ આઈપીએલનો શ્રેષ્ઠ બોલર છે
તે જ સમયે, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે યુઝવેન્દ્ર ચહલની
પ્રશંસા કરી અને તેને 'આઈપીએલનો શ્રેષ્ઠ
બોલર' ગણાવ્યો.
ઐયરે કહ્યું, મેચ પહેલા અમને ખબર નહોતી કે પિચ કેવી રીતે
વર્તશે. પરંતુ અમારા કોચ અને બોલરોએ પરિસ્થિતિ અનુસાર પોતાને અનુકૂળ કર્યા. ચહલે
શાનદાર બોલિંગ કરી અને મહત્વપૂર્ણ વિકેટો મેળવી.
આરસીબી સાથે ફરી આગામી મેચ-
પંજાબ કિંગ્સનો આગામી મુકાબલો હવે 20 એપ્રિલે રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોર સામે ન્યૂ ચંડીગઢના ન્યૂ પીસીએ સ્ટેડિયમ ખાતે રમાશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ