નવી દિલ્હી, ૦2 એપ્રિલ (હિ.સ.) કેન્દ્ર સરકારે પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થા
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (એનસીએઈઆર) ના ડિરેક્ટર જનરલ
પૂનમ ગુપ્તાને, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ના, ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો
કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.
સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે,”કેબિનેટની નિમણૂક
સમિતિ (એસીસી) એ ત્રણ વર્ષના
કાર્યકાળ માટે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે પૂનમ ગુપ્તાની નિમણૂકને મંજૂરી આપી
દીધી છે. જાન્યુઆરીમાં માઈકલ દેબબ્રત પાત્રાએ રાજીનામું આપ્યા બાદ આરબીઆઈમાં,
ડેપ્યુટી ગવર્નરનું પદ ખાલી પડ્યું હતું.”
પૂનમ ગુપ્તા હાલમાં દેશની સૌથી મોટી આર્થિક નીતિ થિંક ટેન્ક, નેશનલ કાઉન્સિલ
ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (એનસીએઈઆર) ના ડાયરેક્ટર જનરલ છે. તે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર
પરિષદના સભ્ય પણ છે. આ ઉપરાંત, તેઓ 16મા નાણાપંચના સલાહકાર પરિષદના કન્વીનર તરીકે કાર્યરત છે.
પૂનમ ગુપ્તાએ યુએસએની મેરીલેન્ડ યુનિવર્સિટીમાંથી
અર્થશાસ્ત્રમાં, માસ્ટર ડિગ્રી અને પીએચડી અને દિલ્હી યુનિવર્સિટીની દિલ્હી સ્કૂલ
ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે 1998માં
આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર પર પીએચડી માટે એક્ઝિમ બેંક પુરસ્કાર જીત્યો હતો. આ
સાથે, લગભગ બે દાયકા
સુધી વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેંકમાં વરિષ્ઠ હોદ્દા
પર કામ કર્યા પછી, તે 2021 માં એનસીએઈઆરમાં જોડાઈ. આ
ઉપરાંત, ગુપ્તા નેશનલ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી (એનઆઈપીએફપી) માં આરબીઆઈચેર પ્રોફેસર અને
આઈસીઆરઆઈઈઆર માં પ્રોફેસર પણ રહી ચૂક્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ