નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.) નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) એ, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન દેશમાં રાષ્ટ્રીય હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ તરફ જબરદસ્ત પ્રગતિ કરી છે. આ સમયગાળા દરમિયાન, ઓથોરિટીએ 5,150 કિમીના લક્ષ્યાંક સામે 5,614 કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કર્યું. આ માહિતી આજે અહીં સરકારી પ્રવક્તાએ આપી હતી.
વધુમાં, નાણાકીય વર્ષ 2024-25માં રાષ્ટ્રીય ધોરીમાર્ગ માળખાગત સુવિધાઓના વિકાસ માટે એનએચએઆઈ દ્વારા કરવામાં આવેલ મૂડી ખર્ચ 2,40,000 કરોડ રૂપિયાના લક્ષ્ય ખર્ચની સામે 2,50,000 કરોડ રૂપિયા (કામચલાઉ) થી વધુના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો. આ એનએચએઆઈ દ્વારા નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનો સૌથી વધુ મૂડી ખર્ચ છે, જેમાં સરકારી બજેટરી સપોર્ટ અને એનએચએઆઈના પોતાના સંસાધનો બંનેનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2023-24માં કુલ મૂડી ખર્ચ લગભગ 21 ટકા વધીને રૂ. 2,07,000 કરોડ અને નાણાકીય વર્ષ 2022-23માં લગભગ 45 ટકા વધીને રૂ. 1,73,000 કરોડ થયો છે.
નાણાકીય વર્ષ 2024-2025 દરમિયાન એનએચએઆઈ એ, મુદ્રીકરણ માટે ત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો, જેમાં ટોલ ઓપરેટ ટ્રાન્સફર (ટીઓટી), ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આઈએનવીઆઈટી) અને ટોલ સિક્યોરિટાઇઝેશનનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ દરમિયાન, એનએચએઆઈ એ કુલ રૂ. 28,724 કરોડની સંપત્તિનું મુદ્રીકરણ કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / દધીબલ યાદવ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ