7-9 એપ્રિલે આરબીઆઈની નાણાકીય સમીક્ષા બેઠક, રેપો રેટમાં 0.25% ઘટાડો શક્ય
નવી દિલ્હી, ૦2 એપ્રિલ (હિ.સ.) ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, નાણાકીય વર્ષ 2025-26 માટે નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) ની બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં MPC ની કુલ 6 બેઠકો યોજાશે, જેમાંથી પહેલી બેઠક 7-9 એપ્રિલના
રેપો


નવી દિલ્હી, ૦2 એપ્રિલ (હિ.સ.) ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, નાણાકીય વર્ષ 2025-26 માટે નાણાકીય

નીતિ સમિતિ (એમપીસી) ની બેઠકોનું

સમયપત્રક જાહેર કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં MPC ની કુલ 6 બેઠકો યોજાશે, જેમાંથી પહેલી બેઠક 7-9 એપ્રિલના રોજ યોજાશે. આ વખતે પણ રિઝર્વ બેંક પોલિસી રેટ

રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી

શકે છે.

સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે,” રિઝર્વ બેંકના

ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં નાણાકીય વર્ષ 2025-26 ની પ્રથમ નાણાકીય નીતિ સમિતિની બે દિવસીય

સમીક્ષા બેઠક 7 એપ્રિલથી શરૂ

થશે અને 9 એપ્રિલ, 2025 સુધી ચાલુ

રહેશે. આરબીઆઈનાગવર્નર 9 એપ્રિલે, એમપીસીના

નિર્ણય વિશે માહિતી આપશે. નાણાકીય વર્ષ 2024-25 ની છેલ્લી એમપીસીબેઠકમાં આરબીઆઈએ,

રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6.5 ટકા કર્યો હતો.

આર્થિક નિષ્ણાતો કહે છે કે, રિઝર્વ બેંકની નાણાકીય નીતિ

સમિતિ 7-9 એપ્રિલના રોજ

યોજાનારી ચાલુ નાણાકીય વર્ષની તેની પહેલી બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ

અથવા 0.25 ટકાનો ઘટાડો કરી

શકે છે. આ ઉપરાંત, કેટલીક રેટિંગ

એજન્સીઓએ તેમના રિપોર્ટમાં કહ્યું છે કે,” એપ્રિલમાં યોજાનારી એમપીસી બેઠકમાં આરબીઆઈ,

રેપો રેટમાં વધુ 25 બેસિસ પોઈન્ટનો

ઘટાડો કરી શકે છે.”

નાણાકીય નીતિ સમિતિ શું છે?

આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિમાં 6 સભ્યો હોય છે.

આમાંથી 3 સભ્યો રિઝર્વ

બેંકના હોય છે, જ્યારે બાકીના 3 સભ્યો કેન્દ્ર

સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. છ સભ્યોની આ સમિતિને ભાવ સ્થિરતા સુનિશ્ચિત

કરવા માટે નાણાકીય નીતિ ઘડવા ઉપરાંત મુખ્ય નીતિગત વ્યાજ દરો નક્કી કરવાનું કાર્ય

સોંપવામાં આવ્યું છે. આ બેઠકો સામાન્ય રીતે દર બે મહિને યોજાય છે.

રેપો રેટ શું છે?

રેપો રેટ એ પોલિસી વ્યાજ દર છે જેના પર ભારતીય બેંકો ભારતીય

રિઝર્વ બેંક (આરબીઆઈ) પાસેથી નાણાં

ઉધાર લે છે. જ્યારે આરબીઆઈઆ દર ઘટાડે છે, ત્યારે બેંકો ગ્રાહકોને ઓછા વ્યાજ દરે લોન પણ આપી શકે છે.

આનો અર્થ એ થયો કે, લોન લેનારા લોકોએ ઓછું વ્યાજ ચૂકવવું પડશે. જો રેપો રેટ

ઘટાડવામાં આવે તો હોમ લોન,

કાર લોન અને

પર્સનલ લોનના વ્યાજ દર ઘટશે. આ સાથે, ઉદ્યોગપતિઓ માટે લોન લેવાનું પણ સરળ બનશે.

હાલમાં એમપીસીના સભ્યો-

રિઝર્વ બેંકમાં હાલમાં છ સભ્યો છે. આમાં આરબીઆઈનાગવર્નર સંજય

મલ્હોત્રા, કેન્દ્રીય બેંકના

એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. રાજીવ રંજન, રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર એમ. રાજેશ્વર રાવ, ડૉ. નાગેશ કુમાર, ડિરેક્ટર અને ચીફ

એક્ઝિક્યુટિવ, ઇન્સ્ટિટ્યૂટ ફોર

ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ સ્ટડીઝ, નવી દિલ્હી, સૌગતા ભટ્ટાચાર્ય, અર્થશાસ્ત્રી પ્રોફેસર રામ સિંહ, ડિરેક્ટરદિલ્હી સ્કૂલ ઓફ

ઇકોનોમિક્સ, દિલ્હી

યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે એમપીસી બેઠકોનું

સમયપત્રક જાહેર કર્યું છે. કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે છ નાણાકીય નીતિ

સમિતિ (એમપીસી) બેઠકોનું આયોજન

કર્યું છે. તેની પહેલી બેઠક 7-9 એપ્રિલના રોજ યોજાશે. આ પહેલા, નાણાકીય વર્ષ 2024-25 ની છેલ્લી એમપીસી

બેઠકમાં, આરબીઆઈએ નીતિગત

વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો

કર્યો હતો, જે 6.5 ટકાથી વધીને 6.25 ટકા થયો હતો.

આરબીઆઈએ લગભગ 5 વર્ષ પછી આ

ઘટાડો કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande