નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.). ભારતમાં, પાકિસ્તાન સરકારનું સત્તાવાર એક્સ (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. મંગળવારે થયેલા આ હુમલામાં 26 લોકો માર્યા ગયા છે.
પાકિસ્તાન સરકારના એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધનો અર્થ એ છે કે, તેના પર પોસ્ટ કરાયેલ કોઈપણ સામગ્રી ભારતમાં દેખાશે નહીં. સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા પછી અને અન્ય રાજદ્વારી પગલાંની જાહેરાત કર્યા પછી ભારતે આ દંડાત્મક પગલું ભર્યું છે. ભારતે, પાકિસ્તાન સામે ઘણા કડક રાજદ્વારી પગલાં લીધા છે. આમાં, તેને સરહદ પાર આતંકવાદ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ