અમિત શાહે મુખ્યમંત્રીઓ સાથે વાત કરી, તેમને બધા પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તેમના વહેલા પાછા ફરવાની ખાતરી કરવા કહ્યું
નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોન પર વાત કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે,” ચર્ચા દરમિયાન અમિત
શાહ


નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના

મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોન પર વાત કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,” ચર્ચા દરમિયાન અમિત શાહે તમામ

મુખ્યમંત્રીઓને પોતપોતાના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને

તેમના પાકિસ્તાનમાં વહેલા પાછા ફરવાની ખાતરી કરવા માટે પગલાં લેવા જણાવ્યું હતું.”

ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકવાદી હુમલાને પગલે, 23 એપ્રિલના રોજ

કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (સીસીએસ) ની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર, ભારત સરકારે

તાત્કાલિક અસરથી પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો

છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર,”ભારત દ્વારા

પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા તમામ માન્ય વિઝા 27 એપ્રિલથી રદ

કરવામાં આવ્યા છે. પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા મેડિકલ વિઝા ફક્ત 29 એપ્રિલ સુધી

માન્ય રહેશે. હાલમાં ભારતમાં હાજર તમામ પાકિસ્તાની નાગરિકોએ, તેમના સુધારેલા

વિઝાની મુદત પૂરી થાય તે પહેલાં ભારત છોડી દેવું પડશે. આ ક્રમમાં, પાકિસ્તાનમાં

રહેતા ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે ઘરે પાછા ફરવા માટે કહેવામાં આવ્યું છે.”

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી

ટાળવાની કડક સલાહ આપી છે. ઉપરાંત, હાલમાં પાકિસ્તાનમાં હાજર ભારતીય નાગરિકોને પણ શક્ય તેટલી

વહેલી તકે, ભારત પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / દધીબલ યાદવ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande