પાટણ, 3 એપ્રિલ (હિ.સ.) વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી, જેના પર કાર્યવાહી કરવામાં આવી. બાતમી અનુસાર, વારાહી પારકરાવાસમાં રહેતા ઈશ્વર ખેંગારભાઈ પારકરાના મકાન આગળથી એક આરોપી ઝડપાઈ ગયો હતો.પકડી લેવામાં આવેલ આરોપી ફિરોઝ ગુલામરસુલ થેબા, જે સાંતલપુરના સીધાડા ગામનો રહેવા વાળો છે, વારાહી ખાતે રોનક વાસણ ભંડાર ચલાવે છે. તેણે સોલર પાર્કના કોપરના કેબલ વાયરો છળકપટથી મેળવીને વેચાવ્યા હતા.
પોલીસે 600 કિલોગ્રામ જેટલાં કેબલ કબજે કર્યા છે, જેની કિંમત રૂ. 3 લાખ છે. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ કેબલ ઇકબાલ રાજા દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર