વાંઝ ગામે સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરાયું
સુરત, 3 એપ્રિલ (હિ.સ.) ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 96 મી ઐતિહાસિક દાંડી યાત્રાના ભાગરૂપે સાબરમતી આશ્રમથી દાંડી સુધી આયોજીત સાયકલ રેલીમાં 50 થી વધુ સાયકલિસ્ટો જોડાયા છે. આ સાયકલ યાત્રા વાંઝ યાત્રી નિવાસ થી શરૂ થઈ કસ્બાપાર વિદ્યાલય ખાતે આવી પહોચી હત
Surat


સુરત, 3 એપ્રિલ (હિ.સ.) ગુજરાત પ્રવાસન નિગમ

દ્વારા 96 મી ઐતિહાસિક દાંડી યાત્રાના ભાગરૂપે સાબરમતી આશ્રમથી દાંડી સુધી આયોજીત

સાયકલ રેલીમાં 50 થી વધુ સાયકલિસ્ટો જોડાયા છે. આ સાયકલ યાત્રા વાંઝ યાત્રી નિવાસ

થી શરૂ થઈ કસ્બાપાર વિદ્યાલય ખાતે આવી પહોચી હતી જયાં પુષ્પોના વરસાદ સાથે ભવ્ય

સ્વાગત કરાયું હતું. સાયકલિસ્ટોનું મનોબળમાં વધારો થયો હતો. યાત્રી નિવાસ વાંઝ

ખાતેના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય સેનાના કર્નલ જે.નિસોંકો અને અતિથિ

વિશેષ તરીકે વાંઝ ગામના સરપંચ હીનાબેન પરેશભાઇ પટેલ,ચોર્યાસી તાલુકાના સામાજિક ન્યાય સમિતિના

અધ્યક્ષ કલ્પનાબેન પ્રિતેશભાઈ વાંઝવાલા, ભારતીય સેનાના સુબેદાર એસ.પાટીલ,સચિન હોમગાર્ડઝ ના ઓ.સી. થોમસ પઠાણે ઉપસ્થિત

રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande