અંબાજી, 03 એપ્રિલ (હિ.સ.) તાલુકા આરોગ્ય અધિકારી ર્ડો. કિરણ ગમાર અને માન. MO નવાવાસ ની સૂચના થી આંબાઘાટા ગામ ના અતિ અંતરિયાળ વિસ્તાર લાલ ટેકરી તેમજ ધરતી ક્વોરી, શક્તિ ક્વોરી અને આજુબાજુ ની ક્વોરી માં કામ કરતા ઓઉટસ્ટેટ ના લોકો કે જ્યાં જેઓ વસવાટ કરે છે તો ત્યાં જઈ ને આ વિસ્તાર ની સગર્ભા માતા, વિધવા બહેનો તેમજ TB ના દર્દીઓ ને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર ના FHW કુ. ચેતનાબેન અને CHO અન્નપૂર્ણા બેન તથા તે વિસ્તાર ના આશાબેન સમુબેન દ્વારા આજ રોજ અલગ અલગ જગ્યા પર જઈ ને ગ્રુપ મિટિંગ કરી આરોગ્ય વિષયક સેવાઓ નો લાભ લે અને તે વિસ્તાર ના લાભાર્થી અને લોકો નો વિશ્વાસ કેળવાઈ રહે અને આરોગ્ય ફેસિલિટી અને આરોગ્ય ની. યોજના નો મહત્તમ લાભ લે તેમજ વેક્સીનેશન ની 100% કામગીરી થાય તે હેતુ થી આંબાઘાટા ના સ્લમ વિસ્તાર માં પોષણ કીટ વિતરણ અને આરોગ્ય શિક્ષણ ગ્રુપ મિટિંગ દ્વારા આપવામાં આવ્યું....સાથે સાથે મેડિકલ કેમ્પ કરી જરૂરિયાત મંદ વાળા લાભાર્થી ને મેડિકલ તપાસ કરી સારવાર આપવામાં આવી.
સમગ્ર કાર્યક્રમ નું સફળ આયોજન અને કામગીરી નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આયુષ્માન આરોગ્ય મંદિર અડેરણ ના FHW કુ. ચેતનાબેન અને CHO અન્નપૂર્ણા બેન દ્વારા કરવામાં આવ્યું....
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ