જુનાગઢ,3 એપ્રિલ (હિ.સ.) બાળકોમાં ટ્રાફીકની અવેરનેસ આવે અને તેઓ દ્વારા લોક જાગ્રુતી કરી ટ્રાફીક નીયમનનો ચુસ્ત અમલ થાય અને રોડ અકસ્માત પ્રમાણ ઘટે તે હેતુસર જુનાગઢ ટ્રાફીક પોલીસ દ્વારા આજરોજ ભાલોડીયા હાઈસ્કુલ જુનાગઢ ના વિદ્યાર્થીઓને ટ્રાફીકના અલગ-અલગ પોઈન્ટ કાળવાચોક,મજેવડી દરવાજા તથા અન્ય પોઈન્ટ ઉપર ટ્રાફીક પોલીસ તથા બ્રિગેડ સાથે રાખી ટ્રાફીક ના નિયમો, અંડરએજ ડ્રાઇવીંગની ગંભીરના બાબતે સમજ કરી, મોટર વાહન અધિનિયમ હેઠળ કાચા/પાકા ડ્રાઇવીંગ લાયસન્સના નિયમોની સમજ કરી ટ્રાફીક અવેરનેશનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ