સુરત, 4 એપ્રિલ (હિ.સ.)-રિંગ રોડની મહાલક્ષ્મી માર્કેટમાં અલગ અલગ ફર્મના નામે ધંધો કરતા વેપારીને ભેટી ગયેલા મુંબઈના વેપારી અને દલાલે શરુઆતમાં કાપડનો માલ ખરીદી સમયસર પેમેન્ટ આપી વિશ્વાસમાં લીધા હતા. જોકે બાદમાં રૂપિયા 1.07 કરોડનો માલ ખરીદ્યા બાદ માલની સામે આપેલ ચેક રિર્ટન કરાવી દુકાનને તાળા મારી રફુચક્કર થઈ ચુનો ચોપડ્યો હતો. જેથી ભોગ બનનાર વેપારીએ આ મામકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સગરામપુરા હરીવંશીની શેરી ખાતે રહેતા 46 વર્ષીય રાકેશભાઈ સુરેશભાઈ જરીવાલા કાપડના વેપાર ધંધો કરે છે. રિંગ રોડ સ્થિત મહાલક્ષ્મી માર્કેટમાં મહાલક્ષ્મી ટેક્ષટાઈલ એચ.યુ.એફ અને વિધી ફેશન ફર્મના નામથી ધંધો કરતા રાકેશભાઈ પાસે કાપડ દલાલ રોહીત રમણલાલ શાહ (રહે, પ્રથમેશ પેરેડાઈઝ, લીંક રોડ મુંબઈ) અનેફેશ ફીસ્ટા ફેબ્રિક્સ એન્ડ ગાર્મેન્ટસના જાફર મહેદી અલી મહેદી (રહે, ગણેશ વાડી, સેનાપïતિ બાપત માર્ગ, દાદર તથા સદદુરુ સદન બિલ્ડિંગ, ભવાની શંકર, દાદર તેમજ આર્ચર પાકર્ત કુર્લા વેસ્ટ મુંબઈ) મળવા માટે આવ્યા હતા. અને પોતાની ઓળખ પ્રતિષ્ઠ કાપડ દલાલ અને વેપારી તરીકે આપી તેમની સાથે વેપાર ધંધો કરશો તો સમયસર પેમેન્ટ ચુકવી આપીશુ હોવાનું કહી શરુઆતમાં નાના નાના પેમેન્ટના માલનો ઓર્ડર આપી સમયસર પેમેન્ટ ચુકવી આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ જાફર મહેદી અને રોહિત શાહએ અગાઉથી કરેલા પ્લાનીંગ મુજબ રાકેશભાઈ જરીવાલા પાસેથી 9 જાન્યુઆરી 2024 થી 18 માર્ચ 2024 સુધીમાં અલગ અલગ બીલ ચલણોથી રૂપિયા 1,07,45,991 નો વિસક્રોર્સના કાપડનો માલ ખરીદ્યો હતો. જેની સામે અલગ અલગ રકમના ચેકો આપ્યા હતા. આરોપીઓએ 30 થી 35 દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાન વાયદે માલ ખરીદ્યો હતો પરંતુ તે સમયગાળામાં પેમેન્ટ નહી ચુકવતા રાકેશભાઈએ આપેલા ચેકો બેન્કમાં કરાવતા ખાતામાં બેલેન્ટ નહી હોવના શેરા સાથે રિર્ટન થયા હતા. આરોપીઓએ રાકેશભાઈને તેમના માલનું પેમેન્ટ નહી આપી દુકાનને તાળા મારી ઉઠમણું કરી ભાગી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે રાકેશભાઈની ફરિયાદ લઈ બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે