અંબાજી,3 એપ્રિલ (હિ.સ.) હાલ તબક્કે ક્લાઈમેટ ચેન્જ થતા ખેતીવાડીના વ્યવસાય ઉપર મોટી અસર જોવા મળી રહે છે અનિયમિત વરસાદ અવારનવાર વાવાઝોડા ને વરસાદના કારણે ખેડૂતો હવે એક પાક લઈ શકતા નથી ત્યારે દાંતા તાલુકામાં કેટલાક ખેડૂતો બાગાયતી ખેતીવાડી તરફ વળ્યા છે પણ હવે તેમાં પણ વાતાવરણ ની ખૂબ જ અસર જોવા મળી રહે છે દાંતા તાલુકામાં જે ખેડૂતો અનાજની ખેતીવાડી છોડીને બાગાયતમાં પપૈયાની ખેતી મોટા પ્રમાણમાં કરી રહ્યા છે પણ હાલમાં જે રીતે ક્લાયમેટ ચેન્જ થતા તેની મોટી અસર પપૈયાની ખેતી ઉપર જોવા મળી રહી છે મોંઘા ભાવના પપૈયા ના ડોકા લાવીને વાવેતર કર્યા અને ફળ લાગે ત્યાં સુધી તેની માવજત કરીને ઉછેર્યા તે હવે વાતાવરણ ખરાબ થતા હાલમાં પપૈયાના પાંદડામાં ખાખરનો રોગ જોવા મળી રહ્યો છે જેના કારણે પપૈયાના ઉપર લાગેલા પપૈયા ઉપર જોવા મળી રહી છે પપૈયાના પત્તા કોવાઈ રહ્યા છે અને ફળો પણ પાક્યા વગર પીડા પડી રહ્યા છે ને લાગેલા પપૈયા પણ હવે ગળી ને નીચે પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહે છે આવી પરિસ્થિતિમાં જો વાવાઝોડું કે વરસાદનું માવઠો થાય તો ભરચક પપૈયા લાગેલા છોડ નીચે જમીન ઉપર આડા પડી જાય તો મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહે છે જેમ માવઠાને વાતાવરણની પલટાની જ્યારે આગાહી કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને કહેવું છે કે અમારે રાતની ઊંઘ હરામ થઈ જાય છે ને જો રાત્રે વરસાદ કે વાવાઝોડું આવે તો અમારા બધા પાકનો સોથ નીકળી જાય તેઓ સતત ડર ખેડૂતોને સતાવી રહ્યો છે
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ