નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ). ગુરુવારે કોંગ્રેસ સંસદીય પક્ષ (સીપીપી) ની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે વક્ફ સુધારા બિલને લોકસભામાં બળજબરીથી પસાર કરાવ્યું છે. આ બિલ બંધારણ પર હુમલો છે.
અહીં સંવિધાન સદન ખાતે કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં કોંગ્રેસના સાંસદોને સંબોધતા સોનિયા ગાંધીએ કહ્યું કે, એક રાષ્ટ્ર, એક ચૂંટણી બિલ બંધારણનું બીજું ઉલ્લંઘન છે અને પાર્ટી તેનો સખત વિરોધ કરશે.
બેઠકમાં સાંસદોને સંબોધતા સોનિયા ગાંધીએ કહ્યું, આપણા બધા માટે એ મહત્વપૂર્ણ છે કે, આપણે જે યોગ્ય અને ન્યાયી છે તેના માટે લડતા રહીએ અને મોદી સરકારની નિષ્ફળતાઓ અને ભારતને સર્વેલન્સ સ્ટેટમાં ફેરવવાના તેના ઇરાદાને ઉજાગર કરીએ.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત, પાર્ટીના તમામ સાંસદો આ બેઠકમાં હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ