લખનૌ, નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ). ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડના સભ્ય અને ધાર્મિક નેતા મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ, ગુરુવારે લખનૌમાં પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યસભામાં વકફ સુધારા બિલ પસાર થયા પછી ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડ, આગળ કોર્ટમાં જવા માટે તૈયાર છે. વકફ સુધારા બિલને કોર્ટમાં પડકારવામાં આવશે.
મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ કહ્યું કે, એ સ્પષ્ટ દેખાય છે કે દેશના તમામ રાજકીય પક્ષોએ સાથે મળીને, વકફ સુધારા બિલનો વિરોધ કર્યો નથી. વકફ સુધારા બિલ પસાર થતાં, ઉત્તર પ્રદેશમાં બે ટકા વકફ મિલકતો સિવાય, અન્ય તમામ વકફ મિલકતો જોખમમાં છે. આનું કારણ એ છે કે, 98 ટકા વકફ મિલકતો મહેસૂલ રેકોર્ડમાં નોંધાયેલી નથી.
હિન્દુસ્થાન સમાચાર / શ. ચંદ્ર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ