, 3 એપ્રિલ (હિ.સ.) યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ
અને ગુજરાત સ્ટેટ ફુટબોલ એસો.ના ઉપપ્રમુખ જિજ્ઞેશ પાટીલે પોતાના 38માં જન્મદિનની
સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી કરી હતી. તેમણે નવી સિવિલ હોસ્પિટલમાં રૂ.2 લાખની
ફીટલ મેડિસીન કીટ, હિમોફિલિયાના 12 બાળકો સ્કુલ કીટ, તાજા જન્મેલા 40 બાળકોને બેબી કીટ અને 111 સ્વચ્છતાકર્મી
બહેનોને સાડીની ભેટ આપી હતી.
આ અવસરે જિજ્ઞેશ પાટીલે
જણાવ્યું કે, સિવિલ
હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો સારવાર માટે આવતા હોય છે, ત્યારે આવા
પરિવારને મદદરૂપ થવા માટે દર વર્ષે જન્મદિવસે સિવિલમાં જરૂરીયાત મંદ દર્દીઓની સેવા
સાથે ઉજવણી કરૂ છું. ગરીબ દરીદ્રનારાયણની મદદરૂપ થવું એ જ સાચા અર્થમાં જન્મદિવસની
ઉજવણી છે હોવાનું તેઓ જણાવે છે.
જિજ્ઞેશ પાટીલના વડપણ હેઠળ યુથ ફોર
ગુજરાતની ટીમના સભ્યો છેલ્લા ઘણા વર્ષોથી કોવિડ,અકસ્માત અથવા ઇમરજન્સી રક્તદાન કરવા સિવિલ
હોસ્પિટલમાં પહોંચી જાય છે,તેઓ રક્તદાન કેમ્પ યોજી જરૂરિયાતમંદ લોકોને રક્તદાન કરે છે.
સિવિલ હોસ્પિટલના ફીટલ મેડિસીન
કન્સલ્ટન્ટ ડો.બિનોદીની મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આજ રોજ
જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા જિજ્ઞેશ પાટીલે પોતાના જન્મદિવસ નિમિતે સિવિલ
હોસ્પિટલમાં રૂ.2 લાખની ફીટલ મેડિસીન કીટ અર્પણ કરી છે, આ કીટ દ્વારા ગર્ભસ્થ શિશુ અને સગર્ભા માતા બન્નેમાં સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું
વહેલું નિદાન શક્ય બનશે. ગર્ભસ્થ શિશુમાં મગજ, આંતરડા, રંગસુત્રોની ખામી, શારીરિક ખોડખાપણની જાણકારી ફીટલ મેડિસીન કીટથી
થઇ શકે છે અને ઝડપની સારવાર પણ થઇ શકે છે,માટે ફીટલ મેડિસીન કીટ સિવિલમાં સારવાર માટે
આવતી સર્ગભા માટે આર્શીવારૂપ બનશે.
આ ઉજવણીમાં નર્સિંગ કાઉન્સિલના
ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, જરૂરિયાતમંદ લોકોની સેવા કરી જન્મદિવસની ઉજવણી
કરવી એ જ સાચી ઉજવણી છે.
આ પ્રસંગે મેડિકલ
સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમાર, નવી સિવિલના આર.એમ.ઓ.ડો. કેતન નાયક, વીએનએસજીયુના સિન્ડિકેટ સભ્ય અને ટી.બી વિભાગના
ડો.પારૂલબેન વડગામા, નર્સિંગ એસો.ના નિલેશ લાઠિયા, વિભોર ચુઘ, જગદીશ બુહા, સંજય પરમાર, બિપીન મેકવાન સહિત નવી સિવિલના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ, સ્ટાફગણ
ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે