પાટણ પોલીસે હારીજથી ગેરકાયદે પિસ્તોલ સાથે શખ્સને ઝડપી પાડ્યો
પાટણ, 10 એપ્રિલ (હિ.સ.) પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈના આદેશ પ્રમાણે ગેરકાયદે હથિયારો શોધવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન હારીજ વાઘેલ રોડ પર પાંજોટ તલાવડી
પાટણ પોલીસે હારીજથી ગેરકાયદે પિસ્તોલ સાથે શખ્સને ઝડપી પાડ્યો


પાટણ, 10 એપ્રિલ (હિ.સ.)

પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈના આદેશ પ્રમાણે ગેરકાયદે હથિયારો શોધવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન હારીજ વાઘેલ રોડ પર પાંજોટ તલાવડી પાસે બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ચંદ્રોડા ગામના હારુનભાઈ ઉસ્માનભાઈ નાગોરી (ઉમર ૩૩)ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી રૂ. ૨૦,૦૦૦ની કિંમતની ગેરકાયદે પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. હારીજ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કેસમાં વધુ એક આરોપી સમી તાલુકાના મોટા માઢ ગામનો ગફુરભાઈ ઇબ્રાહીમભાઈ સૈયદ (ખાખલિયા) હાલ ફરાર છે. પોલીસે તેની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande