નવી દિલ્હી, 07 મે (હિ.સ.) ભારતે આજે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી
ઠેકાણાઓને નિશાન બનાવ્યા બાદ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે વધતા લશ્કરી તણાવ પર
ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ
આજે જણાવ્યું હતું કે,
સેક્રેટરી જનરલ નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પાર, ભારતીય લશ્કરી
કાર્યવાહી અંગે ખૂબ ચિંતિત છે. તેઓ બંને દેશોને મહત્તમ લશ્કરી સંયમ રાખવાની અપીલ
કરે છે. વિશ્વ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ લશ્કરી મુકાબલો સહન કરી શકે
નહીં.
મહાસચિવે બે દિવસ પહેલા પહેલગામ આતંકવાદી હુમલા પર પણ
પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે,” નાગરિકોને નિશાન બનાવવા કોઈપણ
સંજોગોમાં સ્વીકાર્ય નથી અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા જ જોઈએ.”
તેમણે કહ્યું હતું કે,” 22 એપ્રિલે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી
હુમલા પછી તેઓ લાગણીઓને સમજે છે. તેઓ આ હુમલાની સખત નિંદા કરે છે અને પીડિતોના
પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.”
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ