ટ્રક ટ્રેલરની ચેન તૂટી જતા કેપ્સ્યુલ માર્ગ ઉપર ગબડી પડી હતી
કેપ્સ્યુલ માર્ગ પર પડતા અકસ્માતને લઈ ટ્રાફિક જામ સર્જાયો હતો
ભરૂચ 1 જૂન (હિ.સ.)
ભરૂચ દહેજના અદાણી પોર્ટ પરથી કેપ્સુલ લઈને જતી ટ્રકની ચેઇન તૂટી પડતા કેપ્સ્યુલ માર્ગ પર પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.જોકે આ કેપ્સ્યુલ ગબડી ત્યારે સંજોગો વસાહત કોઈ અઘટીત ઘટના નહીં બનતા હાશકારો થયો હતો.
દહેજ સ્થિત અદાણી પોર્ટથી મસમોટી કેપ્સ્યુલ લઈને આવતી એક ટ્રક ટ્રેલરની, ચેન તૂટી જતાં કેપ્સ્યુલ સીધી દીપક નાઈટ્રેટ તરફ જતાં માર્ગ પર ગબડી પડી ગઈ હતી. આકસ્મિક રીતે કેપ્સ્યુલ ગબડી પાડવાની ઘટના સ્થળે થોડી વાર તો અરાજકતા ફેલાય ગઈ હતી.સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી પરંતુ અકસ્માતના પગલે રસ્તા પર બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.લગભગ બે કલાક સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.સૂચના મળતાં જ દહેજ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ, તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરવાના પ્રયત્નો હાથ ધરીને માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ