જૂનાગઢવાસીઓએ સ્વૈચ્છાએ સંપૂર્ણ લાઈટ બંધ રાખી, બ્લેક આઉટમાં સ્વયંભૂ જોડાયા
જૂનાગઢ 1 જૂન (હિ.સ.) ઓપરેશન શિલ્ડ અન્વયે જૂનાગઢ શહેરમાં ૮-૩૦ થી ૯ કલાક દરમિયાન નાગરિકોએ, સ્વૈચ્છાએ લાઈટ બંધ કરી બ્લેકઆઉટને સમર્થન આપ્યું હતું. સાવચેતીના ભાગરૂપે ઓપરેશન શિલ્ડ અંતર્ગત જૂનાગઢ શહેરમાં રાત્રે ૮-૩૦ વાગ્યે સાઇરન વાગતા નાગરિકોએ સ્
જૂનાગઢ શહેરમાં ૮-૩૦ થી ૯ કલાક દરમિયાન નાગરિકોએ


જૂનાગઢ 1 જૂન (હિ.સ.) ઓપરેશન શિલ્ડ અન્વયે જૂનાગઢ શહેરમાં ૮-૩૦ થી ૯ કલાક દરમિયાન નાગરિકોએ, સ્વૈચ્છાએ લાઈટ બંધ કરી બ્લેકઆઉટને સમર્થન આપ્યું હતું.

સાવચેતીના ભાગરૂપે ઓપરેશન શિલ્ડ અંતર્ગત જૂનાગઢ શહેરમાં રાત્રે ૮-૩૦ વાગ્યે સાઇરન વાગતા નાગરિકોએ સ્વયંભૂ રહેણાંક ઘર, વ્યવસાયના સ્થળો સહિતની તમામ જગ્યાઓ પર લાઈટ બંધ રાખી હતી. આમ, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બ્લેકઆઉટ માટે આહવાન કરવામાં આવ્યું હતું.જેમાં નાગરિકો સ્વયંભૂ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande